આયત એટલે લંબાઈ (અપેક્ષા) પર્યાય, એકપછી એક જે પર્યાય થાય છે તે અનેકતાની પ્રતિપત્તિ છે
એટલે સ્વીકાર (જ્ઞાન, પ્રાપ્તિ) એને કારણભૂત ગુણપર્યાય (છે). દ્રવ્યપર્યાય, સમાનજાતીય
અસમાનજાતીય બે પ્રકાર કહ્યા. હવે ગુણપર્યાય, પોતાના ગુણ દ્વારા આયત નામ પર્યાય - એ અનેક
પર્યાયની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય કહેવામાં આવે છે. આત્મામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન, આદિ ક્રમસર જે જ્ઞાન થાય છે - એ આયત નામ લંબાઈ - અને તે અનેક થયું તો
અનેકતાની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય કહેવામાં આવે છે. આહા...હા! આવી વાત છે!
દ્રવ્યપર્યાયના બે પ્રકાર કહ્યા. ગુણપર્યાયના બે પ્રકાર (છે)
ગુણપર્યાય કહેવામાં આવે છે. આવી વાત છે. દ્રવ્યપર્યાયના બે પ્રકાર કીધા. હવે ગુણપર્યાયના બે પ્રકાર
(કહે છે)
પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવપર્યાય;’
કાંઈ...? ગુણપર્યાયના બે પ્રકાર (કહ્યા). અગુરુલઘુ (ગુણ) ની ષટ્ગુણ હાનિવૃદ્ધિ (રૂપ) થતી પર્યાય
હોય છે. એને સ્વભાવગુણર્પાય કહેવામાં આવે છે, એ સ્વભાવપર્યાય છે. અગુરુલઘુગુણના કારણે જે
અનંત ગુણની ષટ્ગુણહાનિવૃદ્ધિરૂપ દશા થાય છે એને સ્વભાવગુણપર્યાય કહેવામાં આવે છે. આ...
રે...! બીજી જાત. આખી વાત છે! અને
છે. - એ રૂપાદિક (છે). અને આત્મામાં જ્ઞાનાદિ છે. - (એ જ્ઞાનાદિક છે.) એનું સ્વ-પરના કારણે
પ્રવર્તના. આત્મા (માં) રાગ છે કારણ પોતાનું છે અને નિમિત્ત કર્મ છે. તો સ્વ-પરને કારણે
પ્રવર્તમાન
અનેકપણાની આપત્તિ તે વિભાવપર્યાય. સ્વભાવવિશેષરૂપ અનેકત્વની આપત્તિરૂપ વિભાવપર્યાય છે.
કેટલુંક આમાં યાદ રહે...! ફરીને, રૂપ રસ, ગંધ, સ્પર્શ- પરમાણુના રંગ, ગંધ, રસ, સ્પર્શ- એની
જ્યારે હીનાધિકપણે થાય છે એ વિભાવપર્યાય
----------------------------------------------------------------------
૨. પૂર્વોત્તર = પહેલાંની અને પછીની.
૩. આપત્તિ = આવી પડવું તે.