વિભાવપર્યાય કહેવામાં આવેલ છે. આહા... હા...!
અવસ્થામાં થતી જે તારતમ્યતા તેને લીધે જોવામાં આવતી સ્વભાવવિશેષરૂપ - એ છે તો વિભાવરૂપ
છતાં સ્વભાવ (પોતામાં છે માટે) એ અનેકત્વની આપત્તિ તે વિભાવ પર્યાય છે. અભ્યાસ (જોઈએ).
લોકોને આ મૂળતત્ત્વનો અભ્યાસ નથી. અને એમને એમ ચાલો... કરો... આ સામાયિક કો... પોષહ
કરો... પ્રતિક્રણ કરો. ત્યાગ (કરો)... પણ શેના? મિથ્યાત્વના ત્યાગ વિના પરનો ત્યાગ ક્યાંથી
આવ્યો..? પરનો ગ્રહણ-ત્યાગધર્મ તો આત્મામાં છે નહીં? .. (‘સમયસાર’) પરિશિષ્ટમાં પાછળ ૪૭
શક્તિઓ છે. (તેમાં એક ‘ત્યાગોપાદાન શૂન્યત્વશક્તિ છે. આત્મા સિવાય પરપદાર્થના ગ્રહણ-ત્યાગ
એનાથી આત્મા શૂન્ય છે.) જડને ગ્રહણ કરે અને જડને છોડે શું આત્મા...? એમ એનાથી આત્મા તો
ભિન્ન છે. પરના ત્યાગ- ગ્રહણથી (આત્મા) શૂન્ય છે. આ તો પર છૂટયું તો મેં ત્યાગ કર્યો... પણ શું
ત્યાગ કર્યો? હજી તને મિથ્યાત્વનો તો ત્યાગ નથી, તો (સાચો) ત્યાગ ક્યાંથી આવ્યો? આહા...
હા..! સમજાણું કાંઈ? એ દયા, દાન, વ્રત, ભક્તિ (ના) પરિણામ જે શુભ પરિણામ છે તે ધર્મ નથી,
અધર્મ છે. એ અધર્મ છે અને તેને ધર્મ માનવો (તે) મિથ્યાત્વ છે. તો હજી અધર્મનો દ્રષ્ટિમાં ત્યાગ
નથી ત્યાં એને બહારમાં ત્યાગ અને ત્યાગી થઈ ગયો એ ક્યાંથી આવ્યું...? આહા...હા..! આવી વાતો
છે બાપુ...! પ્રભુ (આત્મા) અનંત-અનંત-અનંત ગુણોથી ભરેલો છે..! જેની (ગુણોની) સંખ્યાનો
પાર નથી. એક એક આત્મામાં હોં...! જેટલા ગુણ- (પાર નહીં, અપાર. અપાર) આહા... હા..!
જોજન છે. અને (ત્યારપછી) ખાલી ભાગ અલોક છે. અનંત...અનંત...અનંત...અનંત...આકાશ છે.
જેનો ક્યાંય અંત નહીં એ આકાશમાં (ક્ષેત્રમાં) એક પરમાણું રહે તેને પ્રદેશ કહે છે. એ આકાશના
પ્રદેશની સંખ્યા અપાર-અપાર છે. દશેય દિશામાં ક્યાંય પાર નહીં, પછી શું...પછી શું... પછી શું..એમ
અનંત...! અનંત....! અનંત...! ચાલ્યા જાઓ લક્ષથી, તો પણ ક્યાંય અંત નથી. એ આકાશના જે
પ્રદેશ છે. સંખ્યા (છે) એનાથી અનંતગુણ ગુણ એક (એક) આત્મામાં છે...! અરે, એક (એક)
પરમાણુમાં પણ અનંતગુણા ગુણ છે. જેટલી સંખ્યા આત્મામાં ચૈતન્ય (ગુણોની) છે એટલી પરમાણુમાં
જડના ગુણોની છે. એ પરમાણુમાં પણ આકાશના પ્રદેશો કરતાં અનંતગુણા ગુણ છે. આહા...હા...!
સમજાણું...? હજી દ્રવ્ય ને ગુણ કોને કહે...? પછી પર્યાય કોને કહે...? (તેની સમજ નહીં).
વ્યવહારનયથી જાણવા કહેવાય પણ આદરણીય તો પ્રભુ આત્મા છે. અનંત ગુણ, પૂર્ણાનંદ...! અનંત...
અનંત.... અનંત... અનંત ક્યાંય અંત નહીં એટલા અપાર ગુણ-શક્તિનો ભંડાર પ્રભુ (આત્મા) છે.
એ ગુણભેદનો પણ આદર નહીં,