Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 35 of 540
PDF/HTML Page 44 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩પ
આદર ને ઉપાદેય તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ જે છે એ એક આત્મા છે. એ ઉપાદેય -આદરણીય કરવાથી
સમ્યગ્દર્શન થાય છે. બીજી રીતે ત્રણ કાળમાં સમ્યગ્દર્શન થતું નથી. આહા....હા....! દેવ-ગુરુ ને ધર્મની
શ્રદ્ધા આવી એ રાગ છે, એ સમ્યક્ નહીં નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ પણ રાગ છે, સમ્યગ્દર્શન નહીં.
આહા...હા...! ભગવાન આત્મા.. એ આકાશના પ્રદેશની સંખ્યા કરતાં જેમાં અનંતગુણા ગુણ
છે. જ્યાં આકાશનો ક્યાંય અંત નથી! એના પ્રદેશથી પણ અનંતગુણા ગુણ એવા અનંત ગુણોનું
એકરૂપ દ્રવ્ય. એ આવી ગયું. વિસ્તારસામાન્ય (સમુદાય) - વિસ્તારસામાન્ય જે ગુણો છે એનું
એકરૂપ તે દ્રવ્ય છે. વિસ્તારસામાન્યગુણો દ્રવ્યના આધારે છે. એ ‘દ્રવ્ય’ ની ‘દ્રષ્ટિ’ કરવી (એ
સમ્યગ્દર્શન છે). આહા.. હા...! પર્યાય દ્રષ્ટિ છોડવી, ગુણભેદની દ્રષ્ટિ છોડવી, રાગની દ્રષ્ટિ છોડવી,
ગુણ-ગુણીના ભેદની દ્રષ્ટિ છોડવી અને તે જ્ઞાયકભાવ પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુની દ્રષ્ટિી કરવી (એ જ
પ્રયોજન છે). આ બધું (વસ્તુસ્વરૂપ) સમજવામાં તો લેવાનું (છે). પર્યાય છે, રાગ છે (ગુણભેદ
છે) પણ તે પોતાને આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવાલાયક તો ત્રિકાળીપ્રભુ દ્રવ્ય (જે
‘સમયસાર’) ગાથા - ૧૧ માં કહ્યું
[भूदत्थमस्सिदो खलु] ભૂતાર્થ ભગવાન! (આત્મ) પદાર્થ,
ત્રિકાળી ભગવાન જે એકરૂપ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. બાકી કોઈ રીતે
સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વગર (સાચા) જ્ઞાન, ચરિત્ર, વ્રત, તપ, નિયમ હોતા નથી.
આહા... હા...! આવી વાતું છે.
એ અહીંયાં કહ્યું કેઃ આ વિભાવપર્યાયની વ્યાખ્યા ચાલે છે. “રૂપાદિકને કે જ્ઞાનાદિકને સ્વ–
પરના કારણે પૂર્વોત્તર અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ
અનેકપણાની આપત્તિ તે વિભાવપર્યાય.
પૂર્વોત્તર અવસ્થામાં થવાવાળા તારતમ્ય - હીનાધિક - કારણ જોવામાં આવતા સ્વભાવવિશેષો
છે. તો સ્વભાવવિભાવ. લ્યો, એ... ય! ઓલી રાડ પાડતા ‘તા ને... રાગદ્વેષ જીવની પર્યાય..?!
જીવની પર્યાય ને વળી આત્માથી થઈ છે!! વિભાવ આત્માથી થયો છે. પરથી નહીં. એક દ્રવ્ય જે છે.
પ્રત્યેક અનંત દ્રવ્ય છે, એ પોતાના ગુણ અને પર્યાયને ચુંબે છે, સ્પર્શે છે. પણ પરની પર્યાયને ચુંબતા
નથી, સ્પર્શતા નથી કદી... અર...ર...! આવી વાત ક્યાંથી (આવી)?! સમજાણું કાંઈ..?
(‘સમયસાર’) ત્રીજી ગાથામાં કહ્યું છે કે
(“કેવા છે તે સર્વ પદાર્થો..? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન
રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે – સ્પર્શે છે તો પણ જેઓ પરસ્પર
એકબીજાને સ્પર્શ કરતા નથી)
આહા...હા.. પ્રત્યેક દ્રવ્યના જે ગુણ અને શક્તિ- જે ત્રિકાળી જે
વિસ્તારસામાન્ય અને પર્યાય જે આયતસામાન્ય (સમુદાય) તેને જ - તે ગુણ- પર્યાયને - દ્રવ્ય ચુંબે
છે. પણ પરની પર્યાયને સ્પર્શે નહીં ત્રણ કાળ - ત્રણ લોકમાં. આત્મા કર્મની પર્યાયને ક્યારેય અડયોય
નથી. આત્મા શરીરની પર્યાયને ક્યારેય સ્પર્શ્યોય નથી. શરીરની પર્યાય પણ આત્માને ક્યારેય અડી
નથી. કર્મનો ઉદય ક્યારેય રાગને સ્પશર્યોય નથી. (શ્રોતાઃ) સ્વ-પરના કારણે. ...? (ઉત્તરઃ)
નિમિત્ત કીધું ને..! નિમિત્ત કારણ ઉપાદાન પોતાથી થયું છે. નિમિત્ત કારણ છે. (જીવે) વિભાવ કર્યો
છે તો કર્મ નિમિત્ત કારણ છે. વિભાવ બતાવવો છે ને એટલે સ્વભાવવિશેષ કીધો છે. આહા... હા...!
આવું છે (વસ્તુસ્વરૂપ)
“તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની
આપત્તિ તે વિભાવપર્યાય.