છે. દ્રષ્ટાંત દે છે. “જેમ આખુંય પટ અવસ્થાયી (સ્થિર રહેવા) એવા વિસ્તારસામાન્યસમુદાય વડે-
જેમ સંપૂર્ણ પટ એટલે વસ્ત્ર, અવસ્થાયી એટલે સ્થિર. વિસ્તારસામાન્યસમુદાય વડે એટલે વસ્ત્ર જે છે
એના જે ગુણો છે - વિસ્તારસામાન્ય “અને દોડતા– (વહેતા, પ્રવાહરૂપ) દોડતી પર્યાય, “એવા
આયતસામાન્યસમુદાય વડે રચાતું થકું તે – મય જ છે.” વસ્ત્ર ગુણમય જ છે. વસ્ત્રના પોતાના
અનંતપરમાણુના ગુણ અને એની પર્યાય - એ ગુણ-પર્યાયથી તન્મય પટ (વસ્ત્ર) છે. સમજાણું. ...?
(શ્રોતાઃ) કઠણ છે આ... (ઉત્તરઃ) ભાષા તો સાદી છે. પણ હવે (એણે વસ્તુ-તત્ત્વ સમજવું પડશે
ને...!) અહીંયાં તો કહે છે પટ-વસ્ત્ર- (તેમાં) સ્થિર વિસ્તારસામાન્યસમુદાય (ગુણો) છે. આત્મામાં જે
ગુણો છે, સ્થિર ધ્રુવ છે. પટ - વસ્ત્રના ગુણો સ્થિર છે. પટનો દાખલો પછી આત્મામાં ઉતારશે. “તેમ
આખોય પદાર્થ ‘દ્રવ્ય’ નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયતસમુદાય
વડે રચાતો થકો દ્રવ્યમય જ છે.” - વિસ્તારસામાન્ય અને દોડતો પ્રવાહ-એ પટમાં - વસ્ત્રમાં એક
પછી એક, એક પછી એક વચ્ચે વિઘ્ન નહીં, ક્રમબદ્ધ પર્યાય થઈ રહી છે, એવા પ્રવાહરૂપ થતો
આયતસામાન્યસમુદાય વડે રચાતો થકો, એ પટ (વસ્ત્ર) પોતાના ગુણ ને પર્યાયમાં તન્મય છે. (કહે
છે કેઃ) આ વસ્ત્ર, પોતાના જે ગુણ, વર્ણ ગંધ-રસ-સ્પર્શ અને પોતાની પર્યાય આ (ધોળી આદિ) એ
ગુણ-પર્યાયમાં વસ્ત્ર તન્મય છે. આત્માને તે (વસ્ત્ર) સ્પર્શતું નથી, શરીરને તે સ્પર્શતું નથી. આહા..
હા...! આ ક્યાંનું (વસ્તુસ્વરૂપ) આવું સોનગઢનું...? (ના) આતો ભગવાનના ઘરની આ વાત આ
છે. જિનેશ્વરદેવ...! એમનું (કહેલું) જે દ્રવ્ય-તત્ત્વ (સ્વરૂપ) એમણે કહેલ ગુણ અને પર્યાય (નું
સ્વરૂપ) કોઈ અલૌકિક છે..!
વસ્ત્ર પોતાના ગુણ-પર્યાયમાં તન્મય છે. વસ્ત્ર શરીર પર હોવા છતાં વસ્ત્રનો એક પણ પ્રદેશ વસ્ત્રથી
હટતો નથી. આહા...હા.. હવે આવી વાતું...! આ તો ભગવાનની ૯૩મી ગાથા છે. હજી તો
‘પ્રવચનસાર’ ની પહેલી ગાથા છે. ‘જ્ઞેય અધિકાર’ આ સમકિત અધિકાર છે...! અરે એને અભ્યાસ
(કરવો) જોઈએ, ભાઈ...! આ તો વીતરાગની કોલેજ છે. સર્વજ્ઞભગવાન, ત્રિલોકનાથના કથનની
(જ્ઞાનની) કોલેજ છે. એમાં (કોલેજમાં) થોડું-ઘણું જાણપણું (અભ્યાસ) હોય તો કોલેજમાં સમજી
શકે...! આહા...હા! ..
પર્યાય છે. એ (પર્યાય એક પછી એક થાય છે. તો એ ગુણ-પર્યાયમાં એ વસ્ત્ર તન્મય છે. એ રીતે,
દરેક પદાર્થ, એ પ્રકારે સંપૂર્ણ પદાર્થ દ્રવ્યનામક અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે, દોડતા
આયતસામાન્યસમુદાય વડે રચાતો થકો (દ્રવ્યમય જ છે). દરેક વસ્તુ પરમાણુથી માંડીને આત્મા -
ભગવાનનો આત્મા અને ભગવાનની વાણી - બધા પોતાના ગુણ -પર્યાયમાં તન્મય છે. વાણી જે છે
તે પોતાના ગુણ - પર્યાયમાં તન્મય છે. ભગવાન સાથે વાણીનો કાંઈ સંબંધ છે જ નહીં.