આ તો સર્વજ્ઞ પરમાત્માએ ત્રિકાળ એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક જોયાં. એમની વાણીમાં આ
(વસ્તુ) સ્વરૂપ આવ્યું છે...!
પર્યાયમાં તન્મય દ્રવ્ય છે. એની (સંસારી જીવની) સાથે જે કર્મ છે તેની સાથે (જીવદ્રવ્ય) તન્મય
નથી. કર્મ જે છે તે સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. તેને આત્મા સાથે સંબંધ નથી. આહા.... હા... હા...!
આવી ઝીણી વાત છે. આ તો જે અધિકાર આવે તે કહેવાય એમાં બીજું શું થાય...? ભગવાન
ત્રિલોકનાથ જે કહે છે એ કુંદકુંદાચાર્ય કહે છે અને ટીકાકાર અમૃતચંદ્રાચાર્યે સ્પષ્ટ કર્યું છે અને તેનું
અહીંયા વધુ સ્પષ્ટીકરણ થાય છે. પટના દ્રષ્ટાંતે પ્રથમ કહ્યું ગુણપર્યાયમાં પટ તન્મય છે. એમ દરેક દ્રવ્ય
પોતાના ગુણપર્યાયમાં તન્મય છે. પરની સાથે કોઈ સંબંધ છે નહીં...! આ શરીર જે જડ છે. - માટી
છે. તેની સાથે આત્માને કંઈ સંબંધ નથી. શરીર દ્રવ્ય છે. (અનંત પરમાણુનો પિંડ શરીર છે) તો
તેના દ્રવ્ય-ગુણ - પર્યાયમાં એ શરીર તન્મય છે. આત્મા પોતાના ગુણ ને પર્યાયમાં તન્મય છે. એક -
એક પરમાણુ જે છે તે તેના અનંત ગુણ ને પર્યાયમાં તન્મય છે. (જે પોતાના ગુણ-પર્યાયમાં તન્મય
છે) તેને દ્રવ્ય કહે છે. ઝીણી વાત છે ભાઈ...! આ તો ધીમેથી સમજવાની વાત છે. જેને ઇન્દ્રો
સાંભળે...! ભગવાનની વાણી (સાંભળવા) સમોસરણમાં પહેલા દેવલોકના ઇન્દ્ર આવે. શક્રેન્દ્ર અને
એની ઇન્દ્રાણી, એક ભવ અવતારી છે. બેય જણા એક ભવ કરીને મોક્ષ જવાના છે. શક્રેન્દ્ર અને એની
રાણી બેય મોક્ષ જશે એવો સિદ્ધાંતમાં લેખ છે. બેય મનુષ્ય થઈ મોક્ષ જવાના છે. એ સાંભળવા આવે
એ વાણી કેવી હશે બાપુ...! જેને એક ભવે મોક્ષ જાવું છે અને ત્રણ જ્ઞાન તો છે અત્યારે મતિ, શ્રુત,
અવધિ. સમકિતી છે સૌધર્મ દેવલોક-બત્રીસ લાખ વિમાન-એનો સાહ્યબો ઇન્દ્ર-એને ભગવાનના
દર્શનનો રાગ આવે પણ એ માનતો નથી કે એ રાગ મારો છે. (હું તો જ્ઞાતા છું) તો પછી બત્રીસ
લાખ વિમાન મારા (એ સમકિતીને ન હોય). અરે..! સમકિતીને એ છે નહીં. સમકિતી તો માને છે
કે મારા દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી સમકિતપર્યાય, એ રાગથી ઉત્પન્ન નથી થઈ, દેવ-ગુરુથી ઉત્પન્ન
નથી થઈ, એ મારી પર્યાયમાં અને મારા ગુણમાં હું તન્મય છું. બીજાની પર્યાયના કારણથી હું મારી
પર્યાયમાં તન્મય છું એ નહીં અને બીજાની પર્યાયમાં હું તન્મય છુંએમ પણ નહી. આહા...હા...હા...!
ધર્મ નથી. આહા.. હા...! પણ જૈનમાં જન્મેલાને ય હજી ખબર નથી કે; દ્રવ્ય શું... ગુણ શું... પર્યાય
શું...? વાત સારી આવી. ભૈયા..! તમારી ઉપસ્થિતિમાં આ ભાવ સારા આવ્યા... સર્વજ્ઞદેવથી આવી.
હિન્દી કહા ને...! એને કામ આવે તે ચાલે છે હિન્દીમાં (વ્યાખ્યાન) (શ્રોતાઃ) આપની કરુણા છે
(ઉત્તરઃ) એણે વચ્ચેથી (હિન્દી ચલાવો) કહ્યું હતું..! આહા...હા...!