વસ્ત્ર તન્મય છે. એ દ્રવ્ય એમાં તન્મય છે. દ્રવ્ય (નું ક્ષેત્ર) એટલામાં છે. એમ એવી રીતે સંપૂર્ણ
પદાર્થ - અનંત પદાર્થ - ભગવાને દીઠા છે તે કીધા. એ (પોતાના ગુણપર્યાયમાં તન્મય છે) ભગવાન
કેવળજ્ઞાનમાં જાણે છે તો એ ‘દ્રવ્ય’ ગુણ-પર્યાયમાં તન્મય છે. લોકાલોકમાં તન્મય નહીં. શું કહે
છે...? ભગવાન કે જે કેવળજ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોક દેખે છે. તો એ જે (દેખવાની) પર્યાય છે એ
પોતાના દ્રવ્ય - ગુણથી ઉત્પન્ન થઈ છે. અને એ ગુણ ને પર્યાયમાં એ આત્મા તન્મય છે. ત્રણ લોકમાં
એ પર્યાય તન્મય નહીં. આહા...હા...હા...! આવી વાતું ઝીણી છે બાપુ..! થોડો અભ્યાસ કરવો જોઈએ.
ભાઈ! ... આહા...! આવો વખત ક્યારે મળે...! મનુષ્યભવ અનંતકાળે મળે...! ‘છહઢાળા’ માં તો
એમ કહ્યું છે કે નિગોદમાંથી નીકળીને ઈયળ થાય - એ બે ઈંદ્રિય-તો પણ ‘ચિંતામણિરતન’ એ
ભવને છહઢાળામાં કહ્યો છે. તેને (ઈયળના ભવને) ચિંતામણિ કહ્યું તો મનુષ્યપણું અને એમાં
(વળી) જૈનમાં જન્મ (થવો એ તો મહાચિંતામણિ સમાન છે.) આહા.... હા..! એમાં ભગવાનની
વાણી કાને પડે (સાંભળવા મળે) એ મહા દુર્લભ છે....!
વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયત સામાન્યસમુદાય વડે રચાતો થકો દ્રવ્યમય જ છે.” -
દ્રવ્યની વ્યાખ્યા કરી.. હવે ગુણોની વ્યાખ્યા કરે છે.