ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૦
जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो ।
सदवट्ठिर्द सहावे दव्वं त्ति जिणोवदेसोऽयं ।। १०९।।
આહા... હા! કુંદકુંદાચાર્ય કહેતાં-કહેતાં પણ ભગવાન આમ કહે છે (એમ ગાથામાં કહે છે.) કહે
છે તો પોતે! આહા... એટલી નિર્માનતા ને એટલી (કે ગાથામાં કહે છે) जिणोवदेसोयं પ્રભુ!
ત્રણલોકનાથ! તીર્થંકરની વાણી આમ છે. અહા... હા... હા! કુંદકુંદાચાર્ય (આમ) કહે, એ પોતે સ્વતંત્ર
પણ કહી શકે છતાં અહીંયાં કહે છે જિનનો ઉપદેશ-વીતરાગનો ઉપદેશ, આવો ઉપદેશ બાપુ! આહા... હા!
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’ – અવિશિષ્ટ છે;
‘દ્રવ્યસ્વભાવે સ્થિત સત્ છે’ – એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
ટીકાઃ– “દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે.” સત્તાને અને દ્રવ્યને એક સિદ્ધ
કર્યું. દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે એથી સત્ છે. “–એમ પૂર્વે ૯૯ મી ગાથામાં પ્રતિપાદિત
કરવામાં આવ્યું છે.” (ગાથા) ૯૯ પોતપોતાના અવસરે પરિણામ થાય છે. દ્રવ્યના ઉત્પાદવ્યયધ્રૌવ્ય
ત્રણેય પરિણામ લીધા છે. ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય ત્રણે પરિણામ લીધા ત્યાં દ્રવ્યના. આહાહાહા! (ગાથા
૯૯ ટીકાઃ– અહીં વિશ્વને વિષે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’ છે. સ્વભાવ દ્રવ્યનો
ધ્રૌવ્ય–ઉત્પાદ–વિનાશની એક્તાસ્વરૂપ પરિણામ છે.) એ વાતને યાદ કરે છે. ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય તે
ત્રણ પરિણામ છે. પણ કોના? કે! દ્રવ્ય જે પરિણમે (છે) તેના. આહા... હા! પરિણામી જે દ્રવ્ય છે
તેના ઉત્પાદ–વ્યયને ધ્રૌવ્ય એ ત્રણ એનામાં પરિણામ છે. તેથી ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ ને ‘सद्
द्रव्यलक्षणम् (તત્ત્વાર્થ સૂત્ર અ. પ સૂત્ર. ૨૯–૩૦) આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે– એમ પૂર્વે ૯૯ મી
ગાથામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.” દ્રવ્યનો સ્વભાવ ‘હોવો’ “અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ
“પરિણામ કહેવામાં આવ્યો છે.” જોયું? આ લો- ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણેય પરિણામ છે એમ
કહેવામાં આવ્યું ત્યાં. અંશ કહ્યા’ તા ને..! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણ પર્યાય-અંશ કહ્યા’ તા. એ પર્યાય
આશ્રિત ત્રણ છે. અને પર્યાય દ્રવ્ય આશ્રિત છે એમ કહ્યું’ તું. આહા... હા... હા... હા! સમજાણું કાંઈ?
(વળી કહે છે) ફરીને, કે જે એ ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પરિણામ છે. તે પરિણામ, દ્રવ્યનો