Pravachansar Pravachano (Gujarati). Date: 30-06-1979.

< Previous Page   Next Page >


Page 429 of 540
PDF/HTML Page 438 of 549

 

background image
ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૨૯
પ્રવચનઃ તા. ૩૦–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૯ ગાથા.
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ– ગુણીપણું સિદ્ધ કરે છેઃ–
મૂળ વાત તો એ છે કે આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ છે. ભલે બીજા ગુણ છે પણ ઈ
અસાધારણ (જ્ઞાનગુણ) એક જ છે. એથી જ્ઞાનસ્વરૂપનું સત્ જે રીતે છે. એ ગુણ-ગુણીના ભેદ તરીકે
અભેદ (માં) અતદ્ભાવ કહયો. છતાં સર્વથા અન્યતા (અન્યપણું) નથી, એથી તે દ્રવ્ય ઉપર
(અભેદ) દ્રષ્ટિ આપતાં ગુણનું પરિણમન થાય છે. આહા... હા! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય.
આહા.. હા! અરે! અનંતગુણનું પરિણમન થાય. સમ્યગ્દર્શન એટલે ‘સર્વગુણાંશ તે સમકિત’!!
આહા... હા! એ દ્રવ્ય અને ગુણને સર્વથા અભાવ માને તો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં ગુણની વ્યક્તતા-
પ્રગટતા નહીં થાય. આહા... હા! ગુણ ને દ્રવ્ય વચ્ચે તદ્ન અભાવ માને તો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થતાં
(છતાં) ગુણની વ્યક્તતાનો અંશ નહીં આવે. આહા... હા! અને દ્રવ્ય ઉપર (અભેદ) દ્રષ્ટિ પડતાં દ્રવ્ય
ને ગુણ-ભલે બે વચ્ચે અતદ્ભાવ છે બે છે એનો (એકબીજામાં) તદ્રન અભાવ છે એમ નથી- માટે
તે દ્રવ્યની દ્રષ્ટિ થતાં ગુણનું- અનંતગુણનું પરિણમન (વ્યક્તપણે) પ્રગટ થાય છે. પરિણમનમાં આખી
દશા પલટી જાય છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? (શ્રોતાઃ) છતાં આપ ગુણની દ્રષ્ટિ તો
છોડાવો છો... ગુણની દ્રષ્ટિ છોડાવો છો...! (ઉત્તરઃ) અહીં તો અભિન્નપણું છે પુણ્યની તો વાત જ
અહીંયાં ક્યાં છે.
(શ્રોતાઃ) પુણ્ય નહીં ગુણ-ગુણીનું (ઉત્તરઃ) અભેદપણું (છે.) તદ્ન-સર્વથા અભાવ
છે (ગુણ-ગુણીને) એમ નહીં. (અતદ્ભાવનું અન્યત્વ પણ) એમ નહીં. અતદ્ભાવ કહ્યો ને અન્યત્વ
કહ્યું. ગુણ ને દ્રવ્ય વચ્ચે અતદ્ભાવ-અન્યત્વ કહયું તો (તે બે) સર્વથા જુદા છે- બીજા દ્રવ્યો જેમ
સર્વથા અન્યત્વ છે. અન્યત્વ કહો કે જુદા કહો (એકાર્થ છે.) એમ આત્મા ને ગુણ ને સર્વથા જુદા
માનો તો વસ્તુ બેય નહીં રહે.
કારણ કે અહીંયાં તો દ્રવ્યદ્રષ્ટિ છતાં, દ્રવ્યને ગુણ અભેદ છે. તેથી તે તે ગુણનું-અનંતગુણનું
પરિણમન નિર્મળ થઈને વ્યક્તપણે પ્રગટ થઈ સાથે જ્ઞાન-આનંદ-શાંતિ-સ્વચ્છતા બધા ગુણોનું
પરિણમન થઈ જશે. આહા... હા... હા! આવો પ્રભુનો મારગ છે! સત્ય જ આવું છે. આહા.. હા!
સત્યને કાંઈ પણ મોળું કરવાનું કરે (તો) ઘરમાં મિથ્યાત્વ રહેશે, શલ્ય! આહા... હા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “હવે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ કરે છેઃ- અહીંયાં એક ગુણનું
કીધું (પરંતુ) દરેક ગુણ લેવા (સમજવા.).