ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૨૮
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ કરે છેઃ-
जो खलु दव्वसहसावो परिणामो सो गुणो सदविसिट्ठो ।
सदवट्ठिदं सहावे दव्वं त्ति जिणोवदेसोऽयं ।। १०९।।
यः खलु द्रव्यभावः परिणामः सः गुणः सदविशिष्टः ।
सदवस्थितं स्वभावे द्रव्यमिति जिनोपदेशोऽयम् ।। १०९।।
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’ – અવિશિષ્ટ છે;
‘દ્રવ્ય સ્વભાવે સ્થિત સત્ છે’ – એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
ગાથા – ૧૦૯.
અન્વયાર્થઃ– [यः खलु] જે, [द्रव्यस्वभावः परिणामः] દ્રવ્યના સ્વભાવભૂત
(ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક) પરિણામ છે [सः] તે (પરિણામ) [सदविशिष्टः गुणः] ‘સત્’ થી
અવિશિષ્ટ (-સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે, [स्वभावे अवस्थितं] સ્વભાવમાં અવસ્થિત
(હોવાથી) [द्रव्यं] દ્રવ્ય [सत्] સત્ છે’ - [इति जिनोपदेशः] એવો જે (૯૯ મી ગાથામાં
કહેલો) જિનોપદેશ [अयम्] તે જ આ છે (અર્થાત્ ૯૯ મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલો
ભાવ સહેજે નીકળે છે.)
ટીકાઃ– દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે- એમ પૂર્વે (૯૯ મી ગાથામાં)
પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. અહીં એમ
સિદ્ધ કરવામાં આવે છે કે- જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્’ થી અવિશિષ્ટ (-
અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો) ગુણ છે.
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં
આવે છે, તેનાથી અવિશિષ્ટ (-તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે;
કારણ કે દ્રવ્યની *વૃત્તિ ત્રણ પ્રકારના સમયને (-ભૂત, વર્તમાન ને ભવિષ્ય એવા ત્રણે કાળને)
સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ.) પ્રતિક્ષણે તે તે સ્વભાવે પરિણમે છે.
(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે; અને તે
(ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ), અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિસ્વરૂપ હોવાને લીધે, ‘સત્’ થી
અવિશિષ્ટ એવો, દ્રવ્યવિધાયક (-દ્રવ્યને રચનારો) ગુણ જ છે. - આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ-
ગુણીપણું સિદ્ધ થાય છે. ૧૦૯.
----------------------------------------------------------------------
* વૃત્તિ = વર્તવું તે; હયાત રહેવું તે; ટકવું તે.