(અહીંયાં કહે છે કેઃ) “માટે દ્રવ્ય અને ગુણનું એકત્વ, અશૂન્યત્વ ને અનપોહત્વ ઈચ્છનારે
યથોક્ત જ (જેવો કહ્યો તેવો જા અતદ્ભાવ માનવાયોગ્ય છે.” આ રીતે જ માનવો (અર્થાત્) આ રીતે જ અતદ્ભાવ માનવો. એટલે સર્વથા એકબીજામાં એકબીજા નથી એમ ન માનવું. આ રીતે કીધું એ રીતે માનવું. હવે સત્તા ને દ્રવ્યનું ગુણ - ગુણીપણું સિદ્ધ કરે છે.