(બધા) ગુણ પરિણમે (છે) એ આવી ગયું! જેટલા ગુણો છે એટલા અંશપણે વ્યક્તપણે-પ્રગટ
પરિણમે છે. આહા... હા! દ્રવ્ય પરિણમતાં-દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં, દ્રવ્યનો આશ્રય લેતાં, દ્રવ્ય
પરિણમતાં એના અનંતાગુણો છે તે (સર્વ) પરિણમે છે. તેથી તે દ્રવ્યના પરિણમતાં - દ્રષ્ટિ દ્રવ્ય ઉપર
રાખતાં (એકાગ્ર થતાં) અનંતાગુણો જેટલા છે તેની શક્તિની વ્યક્તતા, પરિણમનપણે પ્રગટ પરિણમે
છે. આહા... હા... હા! આવું (સ્વરૂપ) કહે છે.
પણ અત્યારે (અભેદથી) દ્રવ્ય (પરિણમે છે) એમ કહેવું છે. ગુણ પરિણમતો નથી એટલું સિદ્ધ કરવું
છે (ખરેખર) પરિણમે છે તો પર્યાય, ગુણ ને દ્રવ્ય તો (ધ્રુવ) છે. આહા... હા! વાત આતો કાંઈ,
એમ લેવું છે ને અહીંયાં... (આ વિષયમાં) આહા... હા! (કોઈ કહે) કે ભઈ! ગુણ પરિણમે (તેથી)
દ્રવ્ય પરિણમે છે (તો કહે છે) કે એમ નહીં. ‘ચિદ્દવિલાસ’ માં છે.
દ્રવ્ય પરિણમે છે એમ. દ્રવ્ય પરિણમે છે એટલે કોઈપણ ગુણ પરિણમ્યા વિનાનો રહેતો નથી. એ દ્રવ્ય
ઉપર દ્રષ્ટિ પડતાં આહા... હા... હા... હા! દ્રવ્ય ને ગુણ (વચ્ચે) તદ્ન અભાવ નથી માટે અતદ્ભાવ
તરીકે (અન્યત્વ) ભલે કીધું, માટે દ્રવ્યદ્રષ્ટિ થતાં જેટલા ગુણો દ્રવ્યમાં છે એ બધા ગુણનું પરિણમન
થઈને વ્યક્ત પ્રગટ થાય છે. આહા... હા! કોઈ ગુણ બાકી રહેતો નથી. આહા... હા! આવું છે. આ તો
બીજાને એમ લાગે, આ તો વાતુ જ છે પણ કંઈ કરવું પડશે (કે) નહીં? પણ આ ‘કરવું’ નથી?
આવી સત્યવસ્તુ ‘આ’ છે એનો નિર્ણય કરવો (એ ‘કરવું’ નથી!) આહા... હા!
પાંદડાં તોડયા કરે, મૂળ તોડે નહીં (તો તો) એમ ને એમ પાંદડાં પાછાં (પાંગરશે.) સાજાં રહેશે.
બાયડી-છોકરાં છોડયાં, દુકાન છોડી એકલો થયો, નગ્ન થયો, પર વસ્તુથી રહિત થઈ ગયો, પાછું
મિથ્યાત્વ છે તે એમ ને એમ થઈ જશે. કસાઈખાના માંડશે ઈ. આહા... હા... હા!
હા! જેનો મૂળત્યાગ કરવો છે ઈ ત્યાગ થયો ત્યાં, મિથ્યાત્વનો! આહા...! મૂળત્યાગ જે દ્રવ્યસ્વભાવને
આશ્રયે, દ્રવ્યનો આશ્રય લીધો ત્યાં મૂળત્યાગ થઈ ગયો મિથ્યાત્વનો. આહા... હા... હા... હા! અને આ
બહારના ત્યાગ અનંતવાર કર્યા પણ કાંઈ મૂળત્યાગ થયો નહીં. આહા... હા... હા! આવી વાત છે!
લોકોને બેસે ન બેસે! પ્રભુના ઘરની તો આ વાત છે.’ આહા... હા... હા!