ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૨પ
કેટલો ન્યાય નીકળે છે!! માણસો તો બહારની ક્રિયામાં જોડાઈ ગયા!! પણ વાસ્તવિક તત્ત્વ જે છે તે
જ્ઞાનમાં-ભાવમાં ભાસન થવું જોઈએ, એ કહે છે. કેમ કે ભાસન વિના એની પ્રતીતિ નહીં થાય.
આહા...હા!
(કહે છે) (વસ્તુની સ્થિતિ) જે રીતે છે ભેદ-અભેદ, એ રીતે ભાસન (ભાવનું) ન થાય, તો
તત્ત્વની રુચિ (યથાર્થ) નહીં થાય. આહા.. હા! ન્યાં કાંઈ એને ક્રિયાકાંડ નહીં કામ આવે જરીએ!
આહા.. હા! (શ્રોતાઃ) ક્રિયાકાંડમાં તો કાંઈ વિચારવું ન પડે ને...! (ઉત્તરઃ) ક્રિયાકાંડમાં તો
વિચારવાનું શું? શું દ્રવ્ય કે ગુણ કે પર્યાય... (શ્રોતાઃ) વિચારવાનું નહીંને..... પણ! (ઉત્તરઃ) કલેશ
છે કલેશ! બીજા અધિકારમાં કીધું છે કલેશ છે કલેશ (એ ક્રિયાકાંડ) કરો તો કરો! આહા.. હા! કલેશ
છે! પ્રભુ! તું તો રાગથી તદ્ન અભાવસ્વભાવ છો. ગુણથી તો તદ્ન અભાવસ્વભાવ નહીં, ગુણથી તો
અતદ્ભાવ છે, પણ રાગથી તો (આત્મા) તદ્ન અભાવસ્વરૂપ છે. આહા.. હા! સમજાણું કાંઈ?
એનાથી તો તદ્ન અભાવસ્વરૂપ છે તેની શરીરની કાંઈપણ ક્રિયા થાય, કે શરીર તને ક્રિયામાં કાંઈપણ
મદદ (રૂપ) થાય. એમ બિલકુલ નથી. કારણ (કે) બે વચ્ચે તદ્ન અભાવસ્વભાવ છે. એમ ગુણ
અને દ્રવ્ય વચ્ચે તદ્ન અભાવસ્વભાવ નથી. ફકત ‘ભાવ’ માં ફેર છે એટલો અતદ્ભાવ કહ્યો. કે દ્રવ્ય
તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં. એટલે કોઈ માની લે કે અતદ્ભાવ છે એટલે અન્યભાવ છે તેથી
એ વસ્તુ જ જુદી છે તદ્ન (અર્થાત્) દ્રવ્ય જુદું ને ગુણ જુદો- તો બેયની શૂન્યતા થશે. બાપુ! તને
યથાર્થ નહીં સમજાય. આહા...હા!
(કહે છે કેઃ) અને અહીંયાં બેયને-ગુણીને ગુણને અતદ્ભાવ કહ્યો છતાં તે જુદા નથી. દ્રવ્ય
પરિણમતાં, ગુણ પરિણમે છે ભેગાં. ભાઈ! આવે છે ને ‘ચિદવિલાસ’ માં...! ચિદ્દવિલાસ’માં (આવે
છે) ગુણ પરિણમતાં દ્રવ્ય પરિણમતું નથી. જો તમે દ્રવ્યથી ગુણ તદ્ન જુદો જ કહો, તો ગુણ
પરિણમતાં દ્રવ્ય પરિણમતું નથી. આહા... હા... હા! ‘ચિદ્દવિલાસ’ માં છે. [‘દ્રવ્ય અધિકાર’ (૩)
‘द्रव्यत्वयोगाद् द्रव्यम्’ – “ગુણપર્યાયોને દ્રવ્યા વગર દ્રવ્ય ન હોય (દ્રવ્ય પોતે) દ્રવીને. ગુણ–
પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે.”] દ્રવ્ય પરિણમતાં ગુણ પરિણમે છે, કારણ કે દ્રવ્ય તો ગુણનો
પિંડ છે. દ્રવ્ય પરિણમતાં ગુણ પરિણમે છે. આહા... હા! (ગુણી-ગુણ) બે વચ્ચે અતદ્ભાવ હોવા છતાં,
બે વચ્ચે અન્યત્વનો, તદ્ન અન્યત્વનો અભાવ છે. માટે દ્રવ્ય પરિણમતાં ગુણ પરિણમે છે. આહા...
હા... હા! (શ્રોતાઃ) અનંતગુણનો પિંડ છે દ્રવ્ય એટલે, દ્રવ્ય પરિણમે ગુણ તો પરિણમે જ ને...!
(ઉત્તરઃ) દ્રવ્ય પરિણમે એટલે ગુણ (પરિણમે). ગુણ પરિણમે એટલે દ્રવ્ય પરિણમે એમ નહીં. દ્રવ્ય
પરિણમતાં ગુણ પરિણમે છે. આહા...હા! કારણ કે અનંતગુણનો આશ્રય દ્રવ્ય છે. (द्रव्याश्रया निर्गुणा
गुणाः) આધાર એનો દ્રવ્ય છે (તેથી) દ્રવ્ય પરિણમતાં ગુણ પરિણમે છે. આહા...હા...હા!