ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૨
આહા... હા... હા! આવો મારગ આહા...!! સંતોએ તો સરળ કરીને બતાવ્યું છે આ!
(કહે છે કેઃ) (ત્યાં) “દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે.” (ગાથા) ૯૯ માં.
અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે– જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્’ થી
અવિશિષ્ટ અસ્તિત્વથી અભિન્ન એવો ગુણ છે. એ સત્તા ગુણથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય સત્ છે. અને સત્થી
તે અભિન્ન છે. જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરિણામ કહયાં’ તા (ઈ) સત્ છે. કારણ उत्पादव्ययध्रौव्ययुक्तं
सत् તે સત્થી તે પરિણામ જુદાં નથી. આહા.. હા.. હા!
તો તમે તો આ મહિના દિ’ થી અહીંયાં છો. તો ય સાંભળ્યું નથી? નહીં? લે! (શ્રોતાઃ)
સંભળાય તો પાપ લાગી જાય ને...! (ઉત્તરઃ) એમાં વળી પાપ લાગી જાય? આ વળી નવા
સ્થાનકવાસી! આ શેઠેય મહિના દિ’ થી અંદર છે. આહા... હા. આહા... હા!
શું કહે છે? કે દ્રવ્યનો સ્વભાવ પરિણામ હોં, પરિણામ. પર્યાય. દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે
દ્રવ્ય નહીં એવો અતદ્ભાવ કહ્યો હતો. તે કાંઈ બે વચ્ચે તદ્ન અભાવ નથી. એમ અહીંયાં દ્રવ્યના
પરિણામ છે, એ એના સત્થી તદ્ન અભિન્ન છે. સત્થી જુદાં નથી. સત્તાથી જુદાં નથી. આહા...હા!
અસ્તિત્વથી દ્રવ્યનું પરિણમન ઉત્પાદવ્યય ધ્રૌવ્ય જુદાં નથી. એથી જ્યાં આમ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, ત્યાં
સત્તામાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમે છે, ત્રણેય પરિણમન થાય છે એથી ત્યાં સમ્યગ્દર્શનજ્ઞાનચરિત્રના
પરિણામ ઉત્પન્ન થાય છે. આહા..હા..હા! બધા આ તો તમારા ચોપડા છે. દિગંબરના ચોપડા (ગ્રંથો)
છે. ઘરના ચોપડા (હોય તે) ફેરવે, આમ આમ! આહા... હા! મધ્યસ્થતાથી જરી સાંભળે-વિચારે તો
સત્ની વાત એને બેસે! અને બેસતાં, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો પરિણમન થયા વગર રહે નહીં
કેમ કે સત્તા (ચીજા ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ પરિણમનવાળી છે. આહા... હા... હા! એ સત્તા ને
દ્રવ્ય અભિન્ન છે. પ્રદેશે તો બેય તદ્ન અભિન્ન છે. આહા.. હા! તેથી સત્તાને-અસ્તિત્વને લઈને, દ્રવ્યમાં
ત્રણ પ્રકારના પરિણામ થાય છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય. આહા... હા!
અહીંયાં તો ઈ કહેવું છે. કે દ્રવ્યસ્વભાવમાં સત્તા છે- ગુણ (છે.) એ કાંઈ સર્વથા (દ્રવ્યથી)
ભિન્ન નથી. એથી સત્તા ને દ્રવ્યને અતદ્ભાવ (જે) ભાવભેદથી ભેદ કહ્યો. છતાં ઈ દ્રવ્યની દ્રષ્ટિ થતાં
સત્તાગુણ જે એની સાથે છે એના ત્રણ પરિણામ થાય છે. એટલે એ ત્રણ પ્રકારના પરિણામ દ્રવ્યના જ
થયા. આહા... હા! સત્તાના ત્રણ પરિણામ કીધાં કારણ કે ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ ઈ ઈ સત્ કીધું
પાછું सद् द्रव्यलक्षणम् એમ. આહા... હા... હા! આકરી વાત છે થોડી! આ તો મુદની રકમની વાત
છે! આહા... હા... હા!