અસ્તિત્વથી અભિન્ન.” દ્રવ્યનો સત્તાગુણ છે. અસ્તિત્વગુણ છે. તેના ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ
કહ્યાં. એ અસ્તિત્વથી અભિન્ન છે. અસ્તિત્વથી દ્રવ્ય અભિન્ન છે તેના પરિણામ પણ અસ્તિત્વ
અભિન્ન છે. “અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે.” સત્તા નામનો ગુણ છે ઈ પરિણમે છે,
તો સત્તા ને ગુણ કોઈ બીજા (અન્ય) નથી. ત્રણપણે પરિણમે ઈ તો સત્તાગુણ પોતે પરિણમે છે.
પરિણમે છે માટે બીજો (અન્ય) કોઈ ગુણ છે (એમ નથી.) “અસ્તિત્વથી અભિન્ન એવો,
અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે.” શું કહેવા માગે છે? કે અસ્તિત્વગુણ છે. અને આ
ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય પરિણામ કહ્યાં. (તેથી તે તો) એમ કહે ત્રણ થયાં. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (ત્રણ)
પરિણામ થયાં. પણ સત્તાગુણથી કોઈ (ઈ) ભિન્ન નથી. ઉત્પાદવ્યયધ્રૌવ્યથી દ્રવ્ય ભિન્ન નથી. પણ
સત્તાગુણથી આ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (ત્રણ) પરિણામ ભિન્ન નથી. આહા... હા.. હા આકરું બહુ
બાબુભાઈ! ધંધા આડે નવરાશ ન મળે એને ક્યાં’ ય અહા... હા.. હા! આહા... હા! શું અમૃતવાણી
છે ને.... ભગવાનની! હેં? આવી વાત ક્યાં’ ય (બીજે નથી.) અમૃત વરસાવ્યાં છે!! એક-એક શબ્દે
ન્યાયના ભંડાર ભર્યા છે! આહા... હા... હા!
‘સત્’ શબ્દથી કહેવામાં આવે છે.” શું કીધું ઈ? આહા...! કે દ્રવ્યમાં, સ્વરૂપની વૃત્તિભૂત એટલે
અસ્તિત્વ- હયાતી- (છે.) સ્વરૂપની હયાતી (સ્વરૂપ) સત્તા. એવું જે અસ્તિત્વ. દ્રવ્યપ્રધાન કથન
દ્વારા-દ્રવ્યની મુખ્યતાના કથન દ્વારા, ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. આહા... હા... હા! “તેનાથી
અવિશિષ્ટ (–તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” એ
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (ત્રણ) પરિણામ છે ઈ અસ્તિત્વગુણથી ભિન્ન નથી. અસ્તિત્વગુણના સ્વભાવભૂત
પરિણામ છે. સત્તાગુણના ઈ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય, અસ્તિત્વગુણનું જ પરિણામ છે. આહા...હા...હા!
માણસ વાંચે નહી, સ્વધ્યાય કરે નહીં શાસ્ત્રનો, પછી (બૂમો પાડે) એકાંત છે, એકાંત છે, એકાંત છે
એમ કહે! આહા...હા! ભાઈ! તને સમજવા શાસ્ત્ર છે, આ તો અમૃતના શાસ્ત્ર છે! આહા... હા!
અમૃતના ઝરણાં કેમ (શી રીતે) ઝરે.. એમ કહે છે. આહા...હા...હા...હા!
ને (સત્) એક જ છે. એ સત્તાથી-સત્તા નામનો ગુણ એક જ છે. સત્તા નામના ઉત્પાદવ્યયધ્રૌવ્ય, સત્તા