ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૪૬
હવે દ્રવ્યને સત્-ઉત્પાદ અને અસત્-ઉત્પાદ હોવામાં અવિરોધ સિદ્ધ કરે છેઃ-
एवंविहं सहावे दव्वं दव्वत्थपज्जयत्थेहिं ।
सदसब्भावणिबद्धं पाडुब्भावं सदा लभदि ।। १११।।
एवंविधं स्वभावे द्रव्यं द्रव्यार्थपर्यायार्थाभ्याम् ।
सदसद्भावनिबद्धं प्रादुर्भावं सदा लभते ।। १११।।
આવું દરવ દ્રવ્યાર્થ–પર્યાયાર્થથી નિજભાવમાં
સદ્ભાવ–અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.
ગાથા – ૧૧૧
અન્વયાર્થઃ– [एवंविधं द्रव्यं] આવું (પૂર્વોકત) દ્રવ્ય [स्वभावे] સ્વભાવમાં
[द्रव्यार्थपर्यायार्थाभ्यां] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો વડે [सदसद्धावनिबद्धं प्रादुर्भावं]
સદ્ભાવસંબદ્ધ અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદને [सदा लभते] સદા પામે છે.
ટીકાઃ– આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે ૧અકલંક લક્ષણવાળું, અનાદિનિધન આ દ્રવ્ય સત્-
સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે. દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની ૨અભિધેયતા વખતે
સદ્ભાવસંબદ્ધ છે અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્ભાવસંબદ્ધ છે. તે સ્પષ્ટ સમજાવવામાં
આવે છેઃ-
જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે- પર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિ-વિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી,
દ્રવ્યની નિપજાવનારી ૩અન્વય શક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશલક્ષણવાળી, ક્રમે પ્રવર્તતી,
----------------------------------------------------------------------
૧. અકલંક= નિર્દોષ. (આ દ્રવ્ય પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.)
૨. અભિધેયતા= કહેવાયોગ્યપણું; વિવક્ષા, કથની.
૩. અન્વયશક્તિઓ= અન્વયરૂપ શક્તિઓ. (અન્વયશક્તિઓ ઉત્પત્તિ અને નાશ વિનાની છે. એકીસાથે પ્રવર્તે છે અને દ્રવ્યને નિપજાવે
છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની અન્વયશક્તિઓ છે.)