ગાથા – ૧૧૦ પ્રવચનસાર પ્રવચનો ૪૪પ
(અહીંયાં કહે છે કેઃ) “જે દ્રવ્યત્વ તે તેનો ‘ભાવ’ નામથી કહેવાતો ગુણ જ હોવાથી.” સત્તા
કહો, ગુણ કહો કે કહો (એકાર્થ છે.) “શું તે દ્રવ્યથી પૃથકપણે વર્તે છે? જે ગુણ કહો કે ભાવ કહો (કે
સત્તા કહો) એ શું દ્રવ્યથી જુદા વર્તે છે? “નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા
હો.” કે વસ્તુ પોતે સ્વયમેવ જ છે. સત્તા છે ને ઈ સત્તા ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) પણે પરિણમે છે.
આહા... હા! શબ્દો થોડા (છે.) પણ એમાં ભાવ ઘણા ભર્યા છે! આહા... હા! અહીંયાં તો વાત-સત્
શું છે એની વાત છે બાપા! અહીં કોઈ પક્ષ નથી, વાડો નથી. આ તો ‘સત્’ ની ‘સ્થિતિ’ ની
‘મર્યાદા’ – સત્ની મર્યાદા કયે પ્રકારે છે. (એની વાત છે.) આહા.. હા! ઈ એકસો દસ થઈ (ગાથા-
૧૧૦).
વિશેષ કહેશે.......