કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત
છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું
મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે. (કારણ કે વર્તમાન
પર્યાય ભૂતકાળે હયાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્-ઉત્પાદ છે.
ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
તું ને નવું ઉત્પન્ન થયું એ પર્યાયને અસત્ ઉત્પાદ કહે છે. (એ સત્ઉત્પાદ અને અસત્ઉત્પાદ હોવામાં)
અવિરોધ સિદ્ધ કરે છે; એમાં વિરોધ નથી. શું કહ્યું ઈ? દ્રવ્ય છે, તે છે, છે એનો ઉત્પાદ છે. છે તેનો
ઉત્પાદ છે. એક વાત. અને બીજી (વાત) નથી (પર્યાય) તેનો ઉત્પાદ છે. આહા... હા! દ્રવ્યમાં તે હતું
તેઆવ્યું છે. ઈ સત્ છે. અને પર્યાયમાં નહોતું ને પર્યાય (નવી) થઈ છે ઈ અસત્ ઉત્પાદ છે. બેયમાં
વિરોધ નથી. આહા...હા! અસત્-ઉત્પાદમાં હોવામાં અવિરોધ દર્શાવે છે. બેયમાં વિરોધ નથી એમ કહેવું
છે. આ માથું (મથાળું) ગાથામાં નાખવું છે. (એનો ભાવ ગાથામાં છે.) છે? (પાઠમાં.) વસ્તુનો
સત્ઉત્પાદ છે તે ઊપજે છે અને નથી તે ઊપજે છે એ બે ભાવમાં વિરોધ નથી. આહા...! છે તે
ઊપજે છે ઈ સત્ (દ્રવ્ય) ની અપેક્ષાએ, અને નથી તે ઊપજે છે ઈ પર્યાયની અપેક્ષાએ. પર્યાય નો’
તી ને ઉપજી એ પર્યાયની અપેક્ષાએ (અસત્ઉત્પાદ). સમજાણું કાંઈ આમાં? એકસોને અગિયાર
(ગાથા).
सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि
સદ્ભાવ–અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.