Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 449 of 540
PDF/HTML Page 458 of 549

 

background image
ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૪૯
આહા... હા! આવી જાતનો ઉપદેશ! આહા...! શું આમાં કરવું શું! ન કરવું કાંઈ? શું કરવું ઈ
આમાં શું નથી આવતું? તે દ્રવ્યની તેની પર્યાય, તેનાથી છે તેમ માનવું, તે માન. (ઈ કરવાનું છે.) તે
કોઈ પણ ક્ષણે, વિલક્ષણ દ્રવ્ય (સંયોગમાં) દેખીને અને આ દ્રવ્યને દેખીને, વિલક્ષણ પર્યાય તને
દેખાતી હોય, (તો પણ) ઈ પરને લઈને નથી. આહા... હા! આમ અમથું લાકડું પડયું છે તેના ઉપર
વાંસલો આમ પડયો (છોડા થયાં) તો ઈ (વાંસલાના) સંયોગને લઈને (લાકડાની) ઈ પર્યાય થઈ
છે એમ નથી. વાંસલો નહોતો ત્યાં સુધી કટકો નહોતો લાકડાનો, આમ લાગતાં જ થયો, (લોકો)
સંયોગથી જુએ છે ને (માને છે કે) આને લઈને આ થયું. જ્ઞાની જુએ છે કે એનામાં સત્તા છે એના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન છે તેનાથી તે થયું છે. આહા... હા! શાંતિભાઈ! આ તો સમજાય તેવું છે.
આહા... હા!
કો’ સીસપેનને છરી સારી અડી, આમ છરી. ઈ સંયોગથી દેખનારા એમ દેખે છે કે એનાથી
(સીસપેન છોલાય) છે. ઈ સંયોગને દેખનારા મિથ્યાદ્રષ્ટિ, એનાથી દેખે છે. અને સ્વભાવની સ્થિતિના
દેખનારા (સમ્યગ્દ્રષ્ટિ) તે ટાણે, તે સત્તાનો, તે રીતે ઉત્પાદ થવાનો છે તે તેના ઉત્પાદવ્યયધ્રૌવ્યથી થયું
ે. એ છરીથી (સીસપેનનું છોલાવું) થયું નથી. આહા... હા... હા! (એમ જ્ઞાની દેખે છે.) આવું કોણ
માને? હવે ચોખ્ખી વાત. (આંખેથી દેખાય.) જેને સત્ જોતું હોય ઈ માને બાપા! દુનિયા, દુનિયાને
ઠેકાણે ગમે તે રહી! રોટલીના બે ટુકડા દાંતથી થાય છે. એમ જોનારા સંયોગથી જુએ છે. શું કીધું ઈ?
રોટલીના ટુકડા બે દાંતથી થાય ઈ સંયોગથી જોવે છે. સંયોગ (દાંતનો) થયો માટે આ ટુકડા થયા ઈ
એની વિલક્ષણતા સંયોગથી થઈ એમ અજ્ઞાની માને છે. ધર્મી એમ માને છે કે એની સત્તા તે
રોટલીના પરમાણુની, તે રીતે ટુકડા થવાના પર્યાયનો ઉત્પાદ છે તે ઉત્પાદ થયો છે. (દાંતને લઈને
નહીં.) એકદમ વિલક્ષણતા દેખી માટે પરને લઈને થયું- પહેલું કેમ નહોતું કે આ આવ્યું ત્યારે થયું-
દાંત અડે ત્યારે આમ કટકા થયા ઈ સંયોગને દેખનારા, એના સત્ની તે સમયની ઉત્પાદવ્યયધ્રૌવ્ય
સત્તા છે. તેનાથી થયું (છે.) એ જોતો નથી. આહા... હા! આવું છે. (વસ્તુસ્વરૂપ!)
(ગાથા) અગિયારમીને? (શ્રોતાઃ) જી, હા.
“ટીકાઃ– આ પ્રમાણે યથોદિત.” યથા ઉદિત “સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું.” આહા... હા!
નિર્દોષ, આ દ્રવ્ય પહેલાં (થી જા નિર્દોષ લક્ષણવાળુ છે. આહા... હા! દ્રવ્યની સત્તા ને સત્તાના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એ નિર્દોષ લક્ષણ છે. શું કીધું, સમજાણું? દ્રવ્યનો સત્તાગુણ, અને સત્ તે
ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં એટલે
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ને सद्द्रव्य–लक्षणम् એ નિર્દોષ લક્ષણ છે.
આહા... હા! ‘તત્ત્વાર્થસૂત્ર’ ના સૂત્રો છે. (અધ્યાય-પ સૂત્ર. ૨૯, ૩૦) પક્ષને આડે સૂઝ પડે નહીં
(લોકોને) સૂઝ પડે નહીં! આહા... હા! “આ પ્રમાણે યથા ઉદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણવાળું” છે
સત્! અકલંક લક્ષણવાળું છે દ્રવ્ય.
“અનાદિનિધન આ દ્રવ્ય સત્–સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં)
ઉત્પાદ પામે છે.” આહા... હા... હા... હા! કેટલી વાત કરે છે!! અનાદિ- અનંત આ દ્રવ્ય, કોઈપણ
દ્રવ્ય-સત્-સ્વભાવમાં - અસ્તિત્વસ્વભાવમાં