Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 450 of 540
PDF/HTML Page 459 of 549

 

background image
ગાથા ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪પ૦
પોતાના ઉત્પાદને પામે છે. આહા... હા!
(કહે છે) ગુરુનો શિષ્ય નથી ને શિષ્યનો ગુરુ નથી. એમ કહે છે. ગુરુથી થાતું નથી. ગુરુનો
સંયોગ દેખીને-વાણી સાંભળીને-આ (જ્ઞાન) થયું. એથી સંયોગથી દેખનારા (ની) ઈ દ્રષ્ટિ ખોટી છે.
(શ્રોતાઃ) ગુરુનો ઉપકાર ભૂલવાની વાત (આ) છે...! (ઉત્તરઃ) ઈ પછી ઉપકારની વાત. અહા..
હા... હા! (મુક્તહાસ્ય). ઉપકારનો અર્થ પછી (બહુમાન) આવે. વિનય આદિ (આવે.) પહેલાં આ
સિદ્ધાંત નક્કી થઈને (પછી નિમિત્તની વાત છે.) અહીંયાં તો એવી વાત છે બાપુ! આહા... હા! કે
આ હું (તમારો ગુરુ) ને અમારો ઉપકાર તમે માનો, ને તમે આમ કરો ને તમે આમ કરો ને... અરે
બાપુ! સાંભળને ભાઈ! આહા... હા! ઈ જ નંખાઈ છે ને! (છાપે છે ને) આ ચૌદ બ્રહ્માંડનું ચિત્ર
આવે છે ને...! અને પછી (મોટા અક્ષરથી)
जीवानाम् परस्परः उपग्रहः જીવ પરસ્પર (અનુ) ગ્રહે
છે, ગુરુ શિષ્યને અનુગ્રહે છે. શિષ્ય ગુરુની સેવા કરે ઈ પરસ્પર ઉપગ્રહ છે.’ આહા... હા... હા!
(શ્રોતાઃ) પણ ઉપકાર છે ને એમનો? (ઉત્તરઃ) કો’ મીઠાભાઈ? આવે છે કે નહીં આ
ચોપાનિયામાં? પહેલું ચૌદ બ્રહ્માંડ ચિતરે ને હેઠે લખે ‘આ’
जीवानाम् परस्परः उपग्रहः જીવોને
પરસ્પર ઉપકાર? કેવું મીઠું લાગે કે માણસને ઓશિયાળા ભિખારીને! અહા... હા... હા! (વક્તા-
શ્રોતાનું હાસ્ય) ઓશિયાળા! ભિખારીને લાગે કે આહા! પરસ્પર ઉપકાર! એનો આપણને ઉપકાર!
આહા... હા! એને લઈને આપણું નથી હોં! (શ્રોતાઃ) ઉમાસ્વાતીએ કહ્યું એનું શું સમજવું? (ઉત્તરઃ)
એમ ક્યાં કીધું છે ઈ? એ તો ઉપકારનો અર્થ છે એટલું જણાવ્યું છે. શાસ્ત્રીજીએ ‘(પરમાર્થ)
વચનિકા’ માં એનો અર્થ કર્યો છે. ઉપકારનો અર્થ (એક દ્રવ્ય બીજા દ્રવ્યનું) કાંઈ કરે છે એ નહીં. એ
વખતે છે ‘આ’ એને આંહી ઉપકાર તરીકે કહ્યું છે. શાસ્ત્રીજીએ ‘વનનિકા’ માં અર્થ કર્યો છે એવો.
આહા... હા! અત્યારે મોટો! જગતમાં આમ જાણે કે... આહા... હા! (વ્યાખ્યાનો કરે) ‘પરસ્પર
ઉપકાર કે એક-બીજા’ ‘માંહોમાંહે સંપ કરો’ ‘પરોપકાર કરો’ ‘બીજાને મદદ કરો’! આહા... હા!
બલુભાઈ! શું કર્યું ઈ રૂપિયા ભેગા કર્યા ને દવા... ને... બવા... ને મોટા કારખાના!
(અહીંયાં તો કહે છે) એક પણ દ્રવ્ય, સત્તા ગુણ વિના હોય નહીં. અને સત્તા ગુણ, ઉત્પાદવ્યય
(ધ્રૌવ્ય) થયા વિના રહે નહીં. (કર્તાપણાનું ભૂત) ખલાસ થઈ ગયું!! આહા... હા! કોઈ પણ દ્રવ્ય,
સત્તા વિના હોય નહીં, અને સત્તાનો ગુણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (પરિણમન) વિના હોય નહીં. (અહો!
સદ્ગુરુનો વાત્સલ્ય ગુણ) લો! અત્યારે ક્યાંથી આવ્યા?
જે વસ્તુ છે (ઈ) વસ્તુ છે અસ્તિ! સમજાણું કાંઈ? ‘છે’ (અસ્તિ અથવા) ‘છે’ એનો જે
જ્ઞાનગુણ ને સત્તાગુણ છે. (એટલે) અસ્તિત્વગુણ-સત્તાગુણ છે ઈ પણ ચીજ (અસ્તિ) છે. ‘છે’ એ
અસ્તિત્વનામનો ગુણ છે. ઈ સત્ છે સત્તાગુણ છે ઈ ગુણીનો ગુણ છે. (એટલે કે) ઈ દ્રવ્યનો ગુણ છે.
અને તે સત્તા (ગુણ) ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. સમય-સમય એનું પરિણમન થાય (છે.)