પરિણમન સ્વરૂપ છે. (અથવા) ઈ સત્તાનું સ્વરૂપ (જા પરિણમન છે. (એ પરિણમન) ઈ દ્રવ્યનું
(જ) પરિણમન છે. એના પરિણમનમાં બીજાથી કાંઈ (કાર્ય) થયું છે એ વાતમાં કાંઈ માલ નથી.
આહા... હા! આવી વાતું છે બાપા! આહા... હા! ઈ અહીંયાં કહે છે જુઓ!
આત્મા, પરમાણુ, માટી-જડ-ધૂળ એ દરેકમાં જયારે એની પર્યાય થાય છે (ઈ પર્યાય) એની સત્તાથી
થઈ, એના દ્રવ્યથી થઈ (દ્રવ્યમાં હતી તે થઈ) ઈ સદ્ભાવસંબદ્ધથી કહ્યું. અને પર્યાય અપેક્ષાએ કહીએ
તો એ ટાણે (ઉત્પાદપર્યાય) નહોતી ને થઈ એ અસદ્ભાવ સંબદ્ધ કીધો. પણ (જે) હતી ને થઈ,
એને સદ્ભાવસંબદ્ધ છે.
સંબદ્ધ- (સદ્ભાવસંબદ્ધ) અને ‘નહોતી ને થઈ’ તેને અસદ્ભાવસંબદ્ધ કીધો. પૂર્વે નહોતી ને થઈ ઈ
અપેક્ષાએ અસંબદ્ધ કહી છે પૂર્વની (પર્યાયની) હારે સંબંધ નથી. નવી પર્યાય સ્વતંત્ર થાય છે. ઝીણી
વાત છે બહુ બાપુ! આહા...હા! આવ્યું ને... (મૂળ પાઠમાં કે) “દ્રવ્યનો ઉત્પાદ, દ્રવ્યની અભિધેયતા
વખતે.” દ્રવ્યનો ઉત્પાદ, દ્રવ્યની મુખ્યતાથી કહેવું હોય તો તે સદ્ભાવસંબદ્ધ છે. ‘છે તે પર્યાય થઈ છે’
છે તે થઈ છે’ હતી તે આવી છે’. અને પર્યાયની અપેક્ષાએ જોઈએ તો ‘ઈ પર્યાય નહોતી ને થઈ
છે’ (ઉત્પાદ નહોતો ને થયો.) આહા... હા! આવું વાંચન બાપુ! ઝીણી વાતું બહુ બાપુ! (શ્રોતાઃ)
‘આ’ ને ‘આ’ બેય (પર્યાય)!
બેયમાં વિરોધ નથી. આહા...હા...હા!