અધિકાર છે ને...! ઈ જ્ઞેય છે- વસ્તુ તો અનાદિ અનંત છે. અનાદિ (નિધન)
ઉત્પાદ પામે છે. સત્ ઉત્પાદ છે. એમ કહીને (કહે છે કે) બીજો સંયોગ આવ્યો, માટે ત્યાં ઉત્પાદ-
વિલક્ષણ રીતે, વિપરીત રીતે દેખાય છે એમ નથી. એ દ્રવ્યની અન્વયશક્તિઓમાંથી પર્યાય આવી છે
આ. પરદ્રવ્યના સંબંધથી આવી નથી. જરી વિચાર માગે છે ભઈ આ તો! વિચારનો વિષય છે. “આ
દ્રવ્ય સત્સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે.” (શું કહે છે?) અસ્તિત્વસ્વભાવમાં
ઉત્પાદ પામે છે. ઉત્પાદવ્યય (ધ્રૌવ્ય) એનો સ્વભાવ છે એમાં ઉત્પાદ પામે છે. આહા... હા!
છે.” આત્મામાં કે પરમાણુમાં જે સમયે અન્વયશક્તિ જે છે- આત્માની જ્ઞાન, દર્શન, આનંદ (આદિ)
અન્વયશક્તિઓ, પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) અન્વયશક્તિઓ -એમાં સદ્ભાવસંબદ્ધ છે
એમાંથી પર્યાયો ઉત્પન્ન થાય છે. દ્રવ્યથી-દ્રષ્ટિએ જોઈએ તો દ્રવ્ય જ કહેવામાં આવે છે એમ કહ્યું ને...!
ત્યારે પર્યાયો નહિ. આહા...! (“અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્ભાવસંબદ્ધ છે. તે સ્પષ્ટ
સમજાવવામાં આવે છેઃ–)
“યુગપદ્ પ્રવર્તતી” યુગપદ્ (એટલે) સાથે પ્રવર્તતી. “દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ વડે.”
આ ભાષા બધી એવી છે! વસ્તુ છે આત્મા! એના જ્ઞાન-દર્શન-આનંદ (આદિ) અન્વયશક્તિઓ (તે)
ગુણ છે. કાયમ રહેનારી શક્તિઓ ગુણ- (તે) અન્વયશક્તિઓ એ “વડે ઉત્પત્તિવિનાશલક્ષણવાળી”
એ વડે એટલી વાત ત્યાં. હવે
છે. દ્રવ્યનું લક્ષ છે તેય એનો અન્વય છે, સત્ છે એનાથી તે ઉત્પન્ન થાય છે. શક્તિઓ છે તે ઉત્પન્ન
થાય છે. સમજાય છે આમાં!