શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો કયમ અન્ય એ? ૧૧૨.
વાત થઈ’તી હમણાં નહીં! ચંદુભાઈ આવ્યા’ તા દાકતર. તે દિ’ વાત થઈ’ તી. ભાવ અને ભાવવાન
વસ્તુ એક જ છે. નામ ભલે બે (હોય) વસ્તુ અભેદ જ છે. એમ દ્રવ્યત્વ-દ્રવ્ય દ્રવ્યત્વભૂત (એટલે)
વસ્તુ છે ઈ દ્રવ્ય, દ્રવ્યત્વભૂત (એટલે) એનું ભાવપણું અન્વયશક્તિઓ. જેમ દ્રવ્ય અન્વય છે
(અથવા) કાયમ રહેનાર. એમ એની અન્વયશક્તિઓને “સદાય નહિ છોડતું થકું” આહા... હા! દ્રવ્ય
જે છે ઈ દ્રવ્ય તો પોતે દ્રવ્યને નહિ છોડતું પણ દ્રવ્ય છે તેના દ્રવ્યત્વ (એટલે) અન્વયશક્તિઓ કે
ભાવવાન (અર્થાત્) ભાવનો ભાવવાનને કદી નહિ છોડતું. આહા... હા! આવી ચીજ (સત્) છે. એક
લીટીમાં કેટલું સમાડયું છે! બીજા હારે તારે શું સંબંધ? (મૂળ તો) એમ કહેવું છે.
એટલે અન્વયશક્તિઓ- એ તો કાયમ એકરૂપ ત્રિકાળ છે. પણ તેની થતી પર્યાયો ઈ અન્વયશક્તિને
છોડીને નથી થતી. દ્રવ્યને છોડીને પર્યાય થતી નથી. પર્યાયમાં તો તેનો તે અન્વય તે દ્રવ્ય અને તેનો
તે ગુણ (છે) એવો ને એવો ગુણ ને એવું ને એવું દ્રવ્ય રહે છે. આહા... હા! સમજાય છે આમાં?
‘સત્’ પ્રભુ! સત્-ઉત્પાદ સિદ્ધ કરે છે. ‘સત્’ વસ્તુ છે. એનું જે દ્રવ્યપણું (એટલે) દ્રવ્યનું દ્રવ્યપણું.
આહા... હા! (એટલે કે) અન્વયશક્તિ. વસ્તુને અન્વય કીધી, પણ એની શક્તિઓ જે સત્ત્વ છે
(અર્થાત્) સત્નું સત્ત્વપણું-દ્રવ્યનું દ્રવ્યપણું-ભાવનું ભાવવાનપણું-એવી
આહા... હા! ‘દ્રવ્યત્વભૂત’ કીધું છે ને ભાઈ...! ‘દ્રવ્યત્વભૂત’ ઝીણી વાત છે પ્રભુ! દ્રવ્ય છે વસ્તુ છે.
ઈ ‘સત્ જ (હયાત જ) છે.’ સત્નું જે સત્પણું-દ્રવ્યત્વપણું-અન્વયશક્તિપણું-એ અન્વયશક્તિને દ્રવ્ય
સદાય નહિ છોડતું (થકું) સત્ જ (હયાત જ) છે. આહા... હા!
ભાવનું ભાવપણું - દ્રવ્ય (ને) જ્યારે ‘ભાવ’ કહીએ ત્યારે એનું સત્ત્વપણું