Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 468 of 540
PDF/HTML Page 477 of 549

 

background image
ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૬૮
ભાવવાન (અથવા) ભાવપણું એને કદી (દ્રવ્ય) છોડતું નથી. આહા... હા! ઝીણી વાત છે ભાઈ!
મુદની રકમની વાત છે. આહા... હા! પરને ને એને કાંઈ સંબંધ નથી એમ (આચાર્યદેવ) કહે છે.
પરમાણુ હો કે (અન્ય દ્રવ્યો હો) અહીંયાં તો આત્માની સાથે સંબંધની વાત છે. આત્માની વાત કહેવી
છે ને અહીંયાં તો....! દ્રવ્યપણે અને મૂળપણે. પરમાણુની કાંઈ વાત નથી કહેવી અત્યારે. આહા.... હા!
“પ્રથમ તો” (સંસ્કૃત ટીકામાં)
तावद् કહ્યું છે. द्रव्यं हि तावद् સંસ્કૃત છે. મૂળ વાત એ છે કે એમ
(અર્થ છે) तावद् એટલે મૂળ વાત એમ છે કે સંસ્કૃત ટીકાની પહેલી લીટી (જુઓ) द्रव्यं हि
तावद्द्रव्यत्वभूतामन्वयशक्तिं આહા...હા!
(કહે છે) પ્રભુ! તું કોણ છો? કહે છે કેઃ અન્વયશક્તિઓ-દ્રવ્યત્વપણું નહીં છોડતો. એ હું છું.
આહા... હા! પર્યાયપણે ભલે-નારકપર્યાય, મનુષ્યપર્યાય, દેવપર્યાય (હો) પણ મારી ચીજ જે છે અને
ચીજનું ચીજપણું જે છે- એની અન્વયશક્તિઓ લીધી છે ને...? અન્વયશક્તિ કહો કે અન્વયસામર્થ્ય
(અથવા) સ્વભાવનું સામર્થ્ય (ને સદાય નહિ છોડતું થકું સત્ જ (હયાત જ) છે. આહા... હા! આ
અધિકાર ‘જ્ઞેય અધિકાર’ છે! કે. આત્મજ્ઞેય! જ્ઞેય અધિકારમાં અહીંયાં (મુખ્યપણે) આત્માને જ
લીધો છે. દ્રષ્ટાંત તરીકે તો આત્માને જ લીધો. જ્ઞેયો તો બધાં છે. એ દરેક દ્રવ્ય જ્ઞેય છે એને દ્રવ્યત્વ
(ભૂત) અન્વયશક્તિઓ ને એ દ્રવ્ય છોડતું નથી. એ ભલે ગમે તે પર્યાયપણે થાવ (તે તો તેનું તે જ
છે.) અહીંયાં તો ભલે આત્માનો દ્રષ્ટાંત દીધો. (પણ બધા દ્રવ્યો તે તોતેના તે જ છે.) પ્રભુ! તું ગમે
તે સ્થિતિમાં હો પણ તે દ્રવ્ય છે તે દ્રવ્યત્વને-અન્વયશક્તિઓને (કદી છોડતું નથી.) એ ભાવવાન તે
‘ભાવ’ ને કદી છોડતું નથી. આહા.. હા! છે? એક લીટી છે.
तावद् (એટલે) મૂળ વાત એમ છે કે
એમ (કહેવું છે.) तावद् નામ પ્રથમ એટલે મુખ્ય વાત તે ‘આ’ છે. આહા... હા! બે (પ્રકારે) ભાષા
લીધી છે ને..! દ્રવ્ય (તે) દ્રવ્યભૂત (અર્થાત્) ભાવવાન તેના ભાવને કદી છોડતો નથી. આહા.. હા!
દ્રવ્ય, દ્રવ્યત્વ એવો ભાવ, એવી અન્વય શક્તિઓ-ગુણ, (એમાં) એટલી અનંતી શક્તિઓ છે તે
ભાવને ભાવવાન કોઈ દિ’ છોડતું નથી. આહા...હા...હા...હા! પહેલી લીટી (નો જ ભાવ સ્પષ્ટ થાય
છે.)
(કહે છે કેઃ) આ ચાર મહિના (આ વરસના) થયા આને. પાંચ વરસ ને ચાર મહિનાનો
આજે દિવસ છે ને...! ફાગણ શુદ-૧૩ (છે.) ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ તેથી પાંચ વરસ ને ચાર
મહિના થયા ‘પરમાગમ (મંદિરની પ્રતિષ્ઠાને) આહા... હા! (શ્રોતાઃ) ખજાનો ખોલી દીધો છે
આપશ્રીએ તો...!
(ઉત્તરઃ) કહે છે કે તું દ્રવ્ય છો કે નહીં! તો એનું દ્રવ્યપણું છે કે નહીં! દ્રવ્યપણું એટલે કે
અન્વયશક્તિઓ છે કે નહીં! અન્વય એટલે કાયમ રહેનારું સામર્થ્યવાળું તત્ત્વ છે કે નહી! આહા... હા!
કાયમ સામર્થ્ય ને સત્ત્વ ને રહેનારું સત્ સત્ કહો કે દ્રવ્ય કહો, સત્ત્વ-અન્વયશક્તિઓ તેને તે