હા! ગમે તે (પર્યાયમાં હો) નિગોદની પર્યાયમાં હો, મનુષ્યની પર્યાયમાં હો, પ્રભુ તું દ્રવ્ય છો ને!
અને તારું દ્રવ્યપણું-અન્વયશક્તિઓ-ગુણો છે (અર્થાત્) ભાઈ ઈ ભાવવાનને (છોડતું નથી.) ભલે
નિગોદમાં પર્યાય અક્ષરના અનંતમા ભાગે થઈ જાય, પણ એને-દ્રવ્યે દ્રવ્યશક્તિઓને (કદી) છોડી
નથી. આહા... હા... હા! સમજાણું કાંઈ..? ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો (આકરા છે!)
તો નહીં, પણ એક સમયની પર્યાય-પર્યાય થાય એને લઈને અસત્ (થઈ જાય એમ) નહીં ઈ તો
હ્યાત-કાયમ તત્ત્વ છે. આહા... હા... હા! આ જ્ઞેય અધિકાર! આત્મજ્ઞેય! આહા...! એ જ્ઞેયનું જ્ઞેયપણું
જ્ઞેયે કદી છોડયું નથી. આહા... હા! આવો ભગવાન આત્મા! એણે ભગવાનપણું કદી છોડયું નથી.
‘નિયમસાર’ માં તો ઈ જ આવે છે ને...! ‘કારણજ્ઞાન’ (‘નિયમસાર ગાથા ૧૩-૧૪) કારણદ્રવ્ય તો
ઠીક, કારણ પરમાત્મા ઈ પણ દ્રવ્ય ઠીક! પણ ‘કારણજ્ઞાન’ - ‘ત્રિકાળીકારણઅન્વયજ્ઞાન’ . જે છે
એમાં. જ્ઞાનીય એવો જે આત્મા, એનું જે જ્ઞાન-કાયમી જ્ઞાન- કારણજ્ઞાન (ત્રિકાળ અન્વયછે) અને
કેવળજ્ઞાન તે કાર્યજ્ઞાન છે. આહા... હા!
થાય છે. (જોયું?) ઓલી અન્વય (શક્તિઓ) ની સામે વ્યતિરેક (પર્યાયો) લીધી. સમજાણું? ઉત્પાદ
થાય છે વ્યતિરેક વ્યકિતઓ તે અન્વયની સામે વ્યતિરેક લીધી. છે? સમજાણું? ઓલા દ્રવ્યને
દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ લીધી (અને) દ્રવ્યને પર્યાયભૂત વ્યતિરેકવ્યકિત લીધી. આહા... હા! એ
દ્રવ્યને જે અન્વયશક્તિને નહિ છોડતું એને પર્યાયભૂત વ્યતિરેક વ્યક્તિનો ઉત્પાદ થાય છે. પર્યાયભૂત
વ્યતિરેક નામ ભિન્ન ભિન્ન (પર્યાયો). ઓલામાં (દ્રવ્યમાં) એકરૂપ ત્રિકાળ (અને આ) ભિન્નભિન્ન
પ્રગટતા ઉત્પન્ન થાય છે
અન્વયશક્તિનું અચ્યુતપણું હોવાથી