રહેવાવાળું અન્વયસામાર્થ્ય (નું) અચ્યુતપણું હોવાથી-ચ્યુત જરીએ થઈ નથી. આહા... હા! ચાહે તો
નિગોદની પર્યાય હો, લસણ-ડુંગળી (માં રહેલા છે) એક અક્ષરનો અનંતમો ભાગ-ઉઘાડ.
(ઉપયોગમાં) તે પર્યાયમાં હોવા છતાં તે દ્રવ્યે દ્રવ્યત્વને-અન્વયશક્તિને છોડી નથી. આહા... હા... હા!
(વાત કરવા પૂરતી) વાત નથી બાતા આ! આહા... હા! ‘સત્ ને પ્રસિદ્ધ કરવાની એ ટીકા! આ
‘ટીકા’ કહેવાય. આહા...! અમૃતચંદ્રાચાર્ય! (કહે છે) પ્રભુ! તું દ્રવ્ય છો ને...! અને દ્રવ્યમાં દ્રવ્યત્વપણું
અન્વય શક્તિઓ છે ને...! એ અન્વયશક્તિઓવાળું દ્રવ્ય, વ્યતિરેક-ભિન્ન ભિન્ન પર્યાયને પ્રાપ્ત થતું
છતાં એ અન્વય-દ્રવ્યનું દ્રવ્યપણું અન્વયશક્તિઓને કદી છોડતું નથી. આહા... હા! એમાં કદી ઘાલ-
મેલ કાંઈ થતી નથી. નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગની થઈ છતાં દ્રવ્યના દ્રવ્યત્વપણામાં કાંઈ
ખામી થઈ નથી. આહા... હા... હા... હા! અને કેવળજ્ઞાનની પર્યાય થઈ, તો પણ દ્રવ્યમાં
દ્રવ્યત્વઅન્વયશક્તિમાં કાંઈ પણ ઘટાડો થયો નથી તેમ વધારો થયો નથી. (દ્રવ્ય તો તેનું તે જ છે.)
આહા... હા... હા! સમજાય છે કાંઈ?
આજ. હિંમતભાઈ કરાવશે. તેરસ છે ને... આહા...! તેમનું ગુણસ્થાન પામે-કેવલ-તો ય દ્રવ્યનું
દ્રવ્યત્વ-અન્વયશક્તિ તે એવી ને એવી છે. આહા... હા... હા! અને અક્ષરના અનંતમા ભાગની
નિગોદનીય પર્યાય થાય, તો ય દ્રવ્યનું-દ્રવ્યત્વ-અન્વયશક્તિ સદાય એવડી ને એવડી (એવી ને એવી)
છે. “સદાય નહિ છોડતું થકું.” આહા... હા... હા! અરે! ટીકાના વધારે શબ્દોની શું જરૂર છે? આહા..
હા! થોડું લખ્યું ઘણું કરીને જાણજો. એવી વાત છે આ તો! થોડું કહ્યુંઃ કે દ્રવ્યનું દ્રવ્યત્વપણું
અન્વયશક્તિઓ કોઈ દિ’ ત્રિકાળ-ત્રિકાળ (દ્રવ્યને) છોડતું નથી. આહા.. હા! પર્યાયમાં ગમે તે
હીનાધિક દશાઓ થાવ. છતાં દ્રવ્યનું દ્રવ્યત્વ-અન્વયશક્તિપણું, એમાં સદાય છોડયું નથી એણે. એમાં
કદી ઘટાડો-વધારો થયો નથી. આવો ઉપદેશ હવે, આકરો લાગે લોકોને! નિશ્ચય છે નિશ્ચય છે પણ
બાપા સત્ય ‘આ’ છે. (તું) નિશ્ચય- (નિશ્ચય) કરીને એકાંત કરી નાખ. પર્યાય હો, ઈ તો પર્યાય
તો કહે છે. પણ પર્યાય હોવા છતાં, પૂર્ણતા દ્રવ્યની-પૂર્ણતા દ્રવ્યત્વની દ્રવ્યત્વપણાની અન્વયશક્તિઓ
એવી ને એવી બધી છે જ્ઞાન એવું ને એવું, દર્શન એવું ને એવું, આનંદ એવો ને એવો, શ્રદ્ધા એવી ને
એવી, શ્રદ્ધા એટલે પર્યાય નહીં (ત્રિકાળીગુણ) આહા..! સત્તા એવી ને એવી, વસ્તુત્વ એવું ને એવું,
પ્રમેયત્વ એવો ને એવો, જીવતર શક્તિ એવી ને એવી ઈ (બધી) શક્તિઓનું શક્તિપણું એવું ને એવું
છે. આહા... હા... હા!