Pravachansar Pravachano (Gujarati). Date: 08-07-1979.

< Previous Page   Next Page >


Page 478 of 540
PDF/HTML Page 487 of 549

 

background image
ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૮
પ્રવચનઃ તા. ૮–૭–૭૯.
‘પ્રવચનસાર’ ગાથા-૧૧૨ નો ભાવાર્થ. ટીકા આવી ગઈ છે.
શું કહે છે? “ભાવાર્થઃ– જીવ મનુષ્ય–દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી.”
ભગવાન આત્મા! દ્રવ્યસ્વરૂપ છે જે ત્રિકાળ. એ મનુષ્યની પર્યાયને પામે કે દેવની પામે કે સિદ્ધની
પામે, પણ કાંઈ તે વસ્તુ અન્ય થઈ જતી નથી. પર્યાયપણે પરિણમે એમ ભિન્ન ભિન્ન. વસ્તુ તો એની
એ-એવડી ને એવડી-એવી ને (એવી) એ વસ્તુ છે. આહા...હા! “જીવ મનુષ્ય દેવાદિક” દેવાદિકમાં
તિર્યંચ-નારકી એના પર્યાયે પરિણમતાં છતાં-અવસ્થામાં-અવસ્થારૂપે થવા છતાં (આત્મા) અન્ય થઈ
જતો નથી. અનેરી ચીજ થઈ જતી નથી. આહા...હા! જીવદ્રવ્ય તો જીવદ્રવ્યરૂપે ત્રિકાળ છે. આહા...!
ભગવત્સ્વરૂપ! અહીંયાં તો પર્યાયોરૂપે પરિણમે છે એમ કહ્યું. ‘નિયમસાર’ માં તો એમ કહ્યું કે જે
મોક્ષ અને સંવર-નિર્જરા આદિની પર્યાય છે એ પરદ્રવ્ય છે. કેમ કે સ્વદ્રવ્ય જે છે ત્રિકાળ! સચ્ચિદાનંદ
પ્રભુ! એકરૂપ સ્વભાવ-જ્ઞાયક પરમ પારિણામિક સ્વભાવ, એ સ્વદ્રવ્ય છે. અને મોક્ષની પર્યાય, સંવર-
નિર્જરાની પર્યાય (પરદ્રવ્ય છે.) (
‘નિયમસાર’ ગાથા–૪૧ અન્વયાર્થઃ જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો
નથી, ક્ષયોપશમ–સ્વભાવનાં સ્થાનો નથી, ઔદયિકભાવનાં સ્થાનો નથી કે ઉપશમસ્વભાવનાં
સ્થાનો નથી.)
(આમ છે છતાં) અહીંયાં કહે છે કે જીવ (પર્યાયોમાં) પ્રવર્તે છે. આહા...હા...હા!
પર્યાય એની છે. ઈ કાંઈ કરમથી થઈ છે કે કાંઈ સંયોગો-બીજી ચીજથી થઈ છે (એ પર્યાયો કે)
સિદ્ધની કે નર્કની (કે અન્ય પર્યાય) સંયોગી ચીજથી થઈ છે એમ નથી. છતાં તે અનેરી અનેરી
પર્યાયે, સ્વયંસિદ્ધ પોતે (સ્વતઃ) પરિણમે (છે) છતાં વસ્તુ (આત્મા) અન્ય-અન્ય થઈ જતી નથી.
આહા...હા...હા!
(કહે છે) બહારની તો વાત જ શી કરવી? શરીર ને વાણી ને મનના બધાં-જડ જુદી જુદી
અવસ્થાએ થાય એ તો બધાં જડ-પર, પણ આત્મા પોતે એ પાંચ પર્યાયપણે થાય. નારકીપણે,
મનુષ્યપણે, તિર્યંચપણે, દેવપણે, ને સિદ્ધપણે-એ પાંચ (પ્રકારની) પર્યાયપણે પરિણમતાં છતાં
(આત્મા) અન્ય થઈ જતો નથી. દ્રવ્ય બીજું થઈ જાય છે એમ નથી. આહા...! ત્યાં
(‘નિયમસાર’
શુદ્ધભાવ અધિકાર) ગાથા-૩૮ માં તો એમ કહ્યું जीवादिबहितच्चं પરદ્રવ્ય છે. ઈ તો ટીકાકારે કહ્યું
ટીકાકારે નાખ્યું છે ક્યાંથી? કે (‘નિયમસાર’) પ૦ મી ગાથામાં નાખ્યું છે ને...! કુંદકુંદાચાર્યે પોતે
નાખ્યું છે. (
‘નિયમસાર’ ગાથા–પ૦ અન્વયાર્થઃ– પૂર્વોકત સર્વ ભાવો પરસ્વભાવો છે. પરદ્રવ્ય છે,
તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય–આત્મા–ઉપાદેય છે.) ભગવાન આત્મા! નિત્યાનંદ ધ્રુવ! એની
અપેક્ષાએ જેટલી પર્યાયો થાય, એ બધી પરદ્રવ્ય, પરભાવ હેય છે. (તો એને તો) પોતે ભગવાન
કુંદકુંદાચાર્યે પરદ્રવ્ય કહ્યું. તો એનો (આધાર) લઈને
जीवादिबहितच्चं પરદ્રવ્ય છે એમ કીધું. ઈ તો
ટીકાકાર પરદ્રવ્ય કહે, પણ આચાર્ય પોતે (મૂળ પાઠમાં) કહી ગયા છે.