ભગવાન (આત્મા) ધ્રુવ! ટંકોત્કીર્ણ, વજ્રનું બિંબ! જેમ એકરૂપ હોય, જેમાં પર્યાયનો પ્રવેશ નથી,
છતાં પર્યાય છે. આહા... હા! વસ્તુ ભગવાન આત્મા!
ઉપર સમકિતી–જ્ઞાનીને તેનું લક્ષ નથી. જ્ઞાન બરાબર કરે. જ્ઞાન તો છ દ્રવ્યનું ય કરે. (એ જ્ઞાન)
કરવા છતાં એક સ્વદ્રવ્ય જે ચૈતન્યપ્રભુ! ઈ કોઈ (પણ) પર્યાયે થતો નથી માટે એકરૂપ છે, એવી
દ્રષ્ટિ ધર્મીની કદી ખસતી નથી!! આહા! અને એ દ્રષ્ટિ ખસે તો ઈ પર્યાયબુદ્ધિ-મિથ્યાદ્રષ્ટિ થઈ જાય
છે. આહા... હા! એ કીધું (હવે કહે છે.)
નિગોદની-લસણ ને ડુંગળી, એની એક કટકીમાં અનંતાજીવ (એવો) એક જીવ અક્ષરના અનંતમાં
ભાગમાં વિકાસ હોવા છતાં જીવદ્રવ્ય અનેરું થતું નથી. આહા... હા! (જીવ) પર્યાયમાં પરિણમ્યું છે.
એમ કહેવાય, ઈ અહીંયાં કીધું છે. (
‘કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયની અપૃથક છે’) એમ
કહેશે. આહા...હા! આહા...હા! પાછળ છે છેલ્લી છે. એ પર્યાયનું એક બાજુ એમ કહે પર્યાયનું ષટ્કારક
પરિણમન, દ્રવ્યને ગુણની અપેક્ષા વિના સ્વતંત્ર છે. એક બાજુ એમ કહે દ્રવ્ય પોતે તે પર્યાયમાં
પરિણમે છે. પરિણમે છતાં દ્રવ્ય એમ થતું નથી. આહા.. હા! પર્યાયને પરદ્રવ્ય કહીને, પરદ્રવ્યરૂપે
પરિણમે છે. પરિણમે છતાં ઈ દ્રવ્ય છે સત્ ઈ અનેરાપણે થતું નથી. આહા...હા...હા! એની પોતાની
પર્યાય જે પાંચ (પ્રકારની) છે એ પણે થવા છતાં દ્રવ્ય એમ થતું નથી. આહા...હા! પર્યાયને પરદ્રવ્ય
કહીને, પરદ્રવ્યરૂપે પરિણમે છે છતાં ઈ દ્રવ્ય છે સત્ ઈ અનેરાપણે થતું નથી. આહા...હા...હા! એની
પોતાની પર્યાય જે પાંચ (પ્રકારની) છે એ -પણે થવા છતાં, દ્રવ્ય એમ થતું નથી. તો બીજા પદાર્થ-
સંયોગની તો વાતશી કરવી? કે સંયોગને લઈને આમ થયું-સંયોગને લઈને આમ થયું-કર્મનો ઉદય
આકરો આવ્યો માટે આમ થયું-આહા...! દુશ્મન એવો પ્રતિકૂળ આવ્યો કે ખરેખર સૂતા’ તા ને માર્યો!
આ જ તો એવું સાંભળ્યું ઓલા કાન્તિભાઈનું ક્યારે મરી ગયા ખબર નથી કહે. એમ કે રાતે થઈ
ગયો અકસ્માત કહે. સવારે દૂધવાળી આવી તે કહે કે કાન્તિભાઈનું માથું આમ કેમ થઈ ગયું છે? દૂધ
દેવાવાળાએ (કીધુ). ત્યાં જ્યાં જોવે તે ખલાસ ભાઈ! કાંઈ નથી. ક્યારે દેહ છૂટયો? આહા...હા! જે
સમયે દેહ છૂટવાનો તે સમયે દેહ છૂટશે. આહા...હા! ઈ પહેલું ખબર દઈને છૂટશે? કે ભઈ લો હવે હું
આ સમયે છૂટવાનું છું.
ક્યાં સિદ્ધની પર્યાય, આમ હોવા છતાં દ્રવ્ય તો તેનું તે જ ને એનું એ રહ્યું છે. આહા... હા! તિર્યંચની