એ પાંચ (પર્યાયપણે) પરિણમતાં છતાં અન્ય થતો નથી (કોણ?) દ્રવ્ય-જીવ. “અનન્ય રહે છે તેનો
તે જ રહે છે” તેવો ને તેવો જ રહે છે. આહા... હા! “અનન્ય રહે છે’ અને “તેનો તે જ રહે છે”
આહા...હા આ ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેયની મર્યાદા સ્વતંત્ર છે. ગમે તે પર્યાયો-રૂપે પરિણમે છતાં દ્રવ્ય
તો દ્રવ્યરૂપેજ રહે છે દ્રવ્ય અનેરું થતું નથી, તેનું બીજું થતું નથી, બીજી રીતે થતું નથી.
દેવપર્યાય થઈ, એ પૂર્વભવે મનુષ્ય હતા. એ જીવ જ પૂર્વભવે મનુષ્ય હતો. આહા...હા! અને અમુક
ભવે તિર્યંચ હતો”-એમ જ્ઞાન થઈ શકે છે. “આહા...હા! “આ રીતે, જીવની માફક.” જીવનું દ્રષ્ટાંત
દીધું અહીંયાં તો (એમ) “દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે.” પરમાણુ આદિ દરેક
દ્રવ્ય, પોતાના સર્વ પર્યાયો-અવસ્થામાં, ગમે તેવી પર્યાયમાં વર્તતું હોય પણ “તેનું તે જ” દ્રવ્ય રહે છે.
આહા...હા...હા!
આહા... હા! એકવાર ઈ પરમાણુ સર્પની દાઢમાં ઝેર-પણે પરિણમેલો હોય છે. આહા... હા! છતાં
પરમાણુ તો તેનો તે જ- તે રીતે જ રહયો છે. અને એ પરમાણુ સાકરની પર્યાયપણે પરિણમે. આહા...
હા! તો દ્રવ્ય છે તે તો તેનું તે જ રહ્યું ને તેવું ને તેવું જ રહ્યું છે. દ્રવ્યમાં કાંઈ ઓછું-વત્તુ કે ઘાલમેલ
થઈ નથી. આહા... હા!
રહયો છો. ગરીબને ઘરે- માગી ખાય ત્યારે રોટલા મળે. અને લૂલો હોય-પાંગળો હોય, આંધળો હોય.
આહા...હા! ઈ શરીરની અવસ્થા છે. અંદરમાં એ જાતની યોગ્યતા (છે.) છતાં (આત્મ) દ્રવ્ય તો તેવું
ને તેવું જ છે. આહા...હા! ગમે તે અવસ્થા (હો) આ પરમાણુ (શરીરના) એક વાર વીંછીના
ડંખપણે પરિણમેલા હતા. આ પરમાણુ સર્પની દાઢમાં ઝેર-રૂપે થયેલા હતા. અત્યારે આ (શરીરની)
પર્યાયપણે છે છતાં વસ્તુ (પરમાણુદ્રવ્ય) છે ઈ છે એવી ને એવી છે. આહા...હા! (અવસ્થાઓમાં)
કેટલો ફેર! પર્યાયનો કેટલો ફેર! ઈ તો પર્યાયનો ફેર, વસ્તુનો ફેર કાંઈ નથી. આહા...હા! આવું
સ્વરૂપ છે (જ્ઞેયોનું.) આ ‘જ્ઞેય અધિકાર’ છે. જ્ઞેય છે ઈ દ્રવ્ય તરીકે તે એવું ને