અવાસ્થા થાય. વિષ્ટા ઉસેડે, પાયખાને (થી) એવી પર્યાય થાય પર્યાય. ઈ ક્રિયા તો જડની છે.
આહા... હા! એ પર્યાય થવા છતાં વસ્તુ તો જેવી છે એવી જ રહી છે. આહા... હા! અને એક
તીર્થંકરનો જીવ, ત્રણ જ્ઞાન ને ક્ષાયિકની પર્યાય વખતે આહા... હા! માતાના ઉદરમાં આવે છે.
(ગર્ભમાં) સવા નવ મહિના રહે છે. એવી ભલે પર્યાય હોય કહે છે, છતાં દ્રવ્ય તો તેવું ને તેવું છે
એમાં અંદર. આહા.. હા! વિસ્મય! આશ્ચર્યકારી વાત છે! સર્વજ્ઞ સિવાય, આવું કોઈએ જોયું નથી.
કલ્પનાની વાતું કરી એ કાંઈ વસ્તુની સ્થિતિ નથી. આહા... હા!
આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સત્–ઉત્પાદ નકકી થાય છે.” ભગવાન આત્મા! તેનો તે
હોવાથી તે દ્રવ્યનો સત્-ઉત્પાદ, છે એમાંથી થાય છે. ઈ સત્-ઉત્પાદ અન્વયશક્તિ અંદર શક્તિરૂપે હતી
સત્પણે તે આવી છે. ઈ સત્-ઉત્પાદ છે. એને બહારના કોઈ સંયોગોને કારણે સત્-ઉત્પાદ થયો છે
એમ નથી. આહા...હા!