Pravachansar Pravachano (Gujarati). Gatha: 113.

< Previous Page   Next Page >


Page 482 of 540
PDF/HTML Page 491 of 549

 

background image
ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૮૨
હવે અસત્-ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્રારા) નક્કી કરે છેઃ-
मणुवो ण होदि देवो वा माणुसो व सिद्धो वा ।
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ।। ११३।।
मनुजो न भवति देवो देवो वा मानुषो वा सिद्धो वा ।
एवमभवन्ननन्यभावं कथं लभते ।। ११३।।
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
ગાથા – ૧૧૩
અન્વયાર્થઃ– [मनुजः] મનુષ્ય તે [देवः न भवति] દેવ નથી. [वा] અથવા [देवः] દેવ તે
[मानुषः वा सिद्धः वा] મનુષ્ય કે સિદ્ધ નથી; [एवम् अभवन्] એમ નહિ હોતો થકો [अनन्यभावं
कथ लभते] અનન્ય કેમ હોય?
ટીકાઃ– પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યકિતના કાળે જ સત્ (-હયાત) હોવાને લીધે તેનાથી
અન્ય કાળોમાં અસત્ જ (-અહયાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો
(-એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) સ્વકાળે ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત
સ્વવ્યતિરેકવ્યકિતનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે
દ્રવ્યનો - કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક છે
તેનો-અસત્ ઉત્પાદ નકકી થાય છે.
આ વાતને (ઉદાહરણ વડે) સ્પષ્ટ કરવામાં આવે છેઃ
મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો થકો અનન્ય
(તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું
જીવદ્રવ્ય પણ-વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ-પદે પદે
(પગલે પગલે, પર્યાયે પર્યાયે) અન્ય ન હોય? જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (-ભિન્નભિન્ન
છે, તેના તે જ નથી) તેથી તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો
અન્ય છે તેથી તે પર્યાયે કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય-અપેક્ષાએ અન્ય છે.)