-અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધાન અને આધાર એવો જીવ
પણ પર્યાય-અપેક્ષાએ અન્યપણાને પામે છે. આરીતે, જીવની માફક, દરેક દ્રવ્યને પર્યાય અપેક્ષાએ
અન્યપણું છે. આમ દ્રવ્યને અન્યપણું હોવાથી દ્રવ્યને અસત્-ઉત્પાદ છે એમ નિશ્ચિત થાય છે. ૧૧૩.