તેવી પર્યાય આવી. અને હવે આ તો અસત્-ઉત્પાદ (કહે છે.) પર્યાય આમ નહોતી પર્યાય એવી
પર્યાય થઈ. એ અસત્-ઉત્પાદ (છે.) અસત્-ઉત્પાદમાં અન્યપણા વડે-અનેરાપણા વડે ઈ વખતે
જીવદ્રવ્ય ઈ નો ઈ રહ્યો. પણ પર્યાય તરીકે બીજો (અન્ય) થઈ ગયો! આહા... હા! ક્યાં ઈ
સર્વાર્થસિદ્ધિના દેવનો જીવ, અને ક્યાં એક નરક-નિગોદ ને સાતમી નરકનો જીવ, પર્યાયે? (એ
અસત્-ઉત્પાદ હોવા છતાં દ્રવ્ય તો ઈ ને ઈ જ છે.) એને વિશ્વાસ બેસવો (કે) તત્ત્વ આવું જ છે.
પરના સંયોગ વિના, આવી એકદમ પર્યાય સિદ્ધની થાય, દેવની થાય, નિગોદની થાય-એમાં કોઈ
સંયોગોને કારણે (એ થાય) છે એમ નથી. તે તે સમયના તે (તે) ઉત્પાદ- છે એમાંથી થાય ઈ
અપેક્ષાએ સત્-ઉત્પાદ છે. હવે નો’ તી ને થઈ, અસત્-ઉત્પાદ છે. પર્યાયની અપેક્ષાએ. (હવે આ
ગાથામાં) ઈ કહે છે.
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि।।
એ રીત નહિ હોતો થકો કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
સ્ત્રીનું શરીર પામે ને...! ભંગીનું શરીર પામે, વિષ્ટા (ઉપાડે.) આહા... હા! પણ એની પર્યાય જે છે
તે છે. ઈ અનેરી-અનેરી પર્યાય થઈ છે. આહા...! વસ્તુ અનેરી થઈ નથી. આહા... હા... હા... હા!
એ ‘જ્ઞેયનો વિષય’ છે. જ્ઞેયના સ્વરૂપની મર્યાદા આ છે. આહા... હા! આમ... કેમ? એવો જેમાં
અવકાશ નથી. આહા...! (હવે) એની ટીકા.
વારતા નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર, ત્રિલોકનાથ જેણે એક સમયમાં, ત્રણ કાળ ત્રણ લોક જાણે
એવી પર્યાય પ્રગટ કરી- તો પણ કહે છે પર્યાય છે તે ઈ અનેરી-અનેરી (છે.) ઈ