ઓલામાં આવે છે ને...! ‘પંચસ્તિકાય’ (માં) અભૂતપૂર્વ! ઈ બીજી અપેક્ષાએ. સિદ્ધપર્યાય અભૂતપૂર્વ
(કીધી કેમકે) પૂર્વે નો’ તી ને થઈ છે. આહા... હા! અનંતકાળમાં કોઈ દિ’ સિદ્ધદશા (કે જે) અનંત
જ્ઞાન-આનંદ અનંત-અનંત શક્તિઓનું વ્યક્તપણું પૂરણ અનંતકાળમાં કોઈ દિ’ થયું નહોતું. એ થાય
છે - એ પર્યાયપણે અનેરું થયું છે. દ્રવ્ય તરીકે ભલે એનો એ છે. પણ પર્યાય તરીકે દ્રવ્ય અનેરું થયું
છે. આહા... હા! લેબાશ એનો ઈ પર્યાયનો એ આવ્યો છે. આહા... હા! દીર્ઘદ્રષ્ટિની વાત છે અહીંયા
તો ભાઈ! લાંબી દ્રષ્ટિ કરે (તો સમજાય તેવું છે.) વર્તમાન પર્યાયમાં-કહે છે. “પર્યાયો પર્યાયભૂત”
એટલે પર્યાયો છે.
પરમાણુઓમાં-દ્રવ્યત્વપણું-એની અન્વયશક્તિઓપણું-ગુણશક્તિઓપણું એ તો ત્રિકાળ છે. એમાં
અનેરાપણું, એમાં નથી. આહા... હા! આ તો “પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના” સ્વ
(વ્યતિરેક એટલે) ભિન્ન વ્યક્તિ નામ પ્રગટને “કાળે જ સત્” છે. એ કાળે જ તે પર્યાય સત્ છે.
પહેલાં નો’ તી ને થઈ માટે અસત્-ઉત્પાદ (કહ્યો પણ) તે કાળે જ સત્ છે. આહા... હા!
હજાર દેવ સેવા (કરતા હોય). ઈ આમ પડયો હોય (રતનને ઢોલિયે). બહારની દશાની વાત નથી
આ તો અંતરની (કે) એ બીજે સમયે સાતમી નરકનો નારકી (થાય.) આહા... હા! (એકદમ)
અનેરી-અનેરી પર્યાયપણે! (તો) કહે છે કે આટલો બધો ફેર પડે છે તેથી કોઈ સંયોગને કારણે તે
(ફેર) છે એમ નથી ઈ કહેશે હમણાં (ટીકામાં) સમજાણું કાંઈ?
પર્યાયની અપેક્ષાએ (અસત્-ઉત્પાદ છે) દ્રવ્યની અપેક્ષાએ સત્-ઉત્પાદ કહ્યો’ તો. છે તે ઊપજે છે
અહીંયાં તો નથી તે ઊપજે છે, પર્યાય નો’ તી ન ઊપજે છે. આહા... હા! આ વીતરાગનો અનેકાંત
મારગ!! એ વસ્તુની સ્થિતિ એવી છે. કેટલાક લોકો એમ કહે છે (કે) બધા મારગો ભેગાં કરીને
ભગવાને આવું અનેકાંતપણું પ્રરૂપ્યું!! આહા... હા... હા! એમ કહે છે પંડિતો અત્યારે (કેટલાક) કે
એકાંત- (વેદાંત) દ્રવ્યનું એકાંત (બૌદ્ધ) પર્યાયનું એકાંત-એમ બધાનું ભેગું કરીને અનેકાંત કર્યું!
(પણ એમ નથી ભાઈ!) એમને તો કેવળજ્ઞાન થયું ત્યારે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે
(કેવળજ્ઞાનમાં) જણાણી છે. જણાણી એવી વસ્તુ આ વાણી દ્વારા આવી છે. એમાંથી આગમ રચાણા
છે. (એ) આગમને સાંભળીને (સમજીને) ભવ્ય જીવો સંશય નિવારે (છે.) આહા... હા!