Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 486 of 540
PDF/HTML Page 495 of 549

 

background image
ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૮૬
(–એકરૂપપણે) જોડાયેલો) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) પર્યાય જે થાય- એમાં દ્રવ્યનું
દ્રવ્યત્વભૂત-દ્રવ્યપણું (અર્થાત્) સત્નું સત્પણું, ભાવનું ભાવવાનપણું જે આગળ આવી ગયું છે તે
દ્રવ્યત્વભૂત “અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (–એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુંપાતી ક્રમાનુસાર
(એટલે) એ અન્વયની સાથે પર્યાય (વ્યતિરેક) જોડાયેલી છે. (પર્યાય) તદ્ન અધ્ધરથી આમ
(આધાર વિના) થઈ છે એમ નથી. આહા... હા! પહેલી નો’ તી ને થઈ માટે અન્વય સાથે કાંઈ
સંબંધ જ નથી એમ નહીં. આહા... હા! અન્વય એટલે ગુણો. આહા! આ બધી ભાષા જુદી જાત છે.
પર્યાયપણે અસત્ છતાં તે વ્યતિરેકો પર્યાય
“અન્વયશક્તિ સાથે (ગૂંથાયેલો) એકરૂપપણે જોડાયેલો
જે ક્રમાનુપાતી ક્રમાનુસાર સ્વકાળે ઉત્પાદ થાય છે.” આહા... હા! તે જ કાળે તે પર્યાય, સ્વકાળે
ઉત્પન્ન થાય. આહા... હા!
હવે આમાં ક્યાં આડું અવળું? બીજાને લઈને તો આડું–અવળું નથી.
(ક્રમબદ્ધ છે.) શું કીધું? સમજાણું? સંયોગો એકદમ ફર્યા માટે પર્યાય ફરી, ઈ વાત તો છે જ નહીં,
એમાં પણ એની પર્યાય પણ પરથી નથી. સ્વકાળે જે ઉત્પન્ન (પર્યાય) એની અન્વયશક્તિઓ - જે
તેના ગુણો છે તેના સંબંધેથી પર્યાય ઉત્પન્ન થાય છે, પોતે થાય છે પણ અન્વયશક્તિ સાથે સંબંધ છે.
આહા... હા! અન્વયશક્તિ સાથે સંબંધ તૂટીને - નો’ તી ને થઈ છે માટે સંબંધ તૂટીને થઈ છે (એમ
નહીં) આહા... હા! ગજબ વાત છે!!
શું કીધું? “પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (–એકરૂપપણે જોડાયેલો)
જે ક્રમાનુપાતી (–ક્રમાનુસાર) સ્વકાળે ઉત્પાદ થાય છે આહા... હા! શું ટીકા!! આ ટીકા -સિદ્ધાંતો
કહેવાય. જેના શબ્દોમાં ગંભીરતાનો પાર નથી! થોડામાં ઘણું કરીને સમાડી દીધું છે! આહા... હા!
દિગંબર સંતોએ ભરતક્ષેત્રમાં કેવળજ્ઞાનના બીજડાં રોપ્યાં છે આહા...! અન્વયશક્તિ સાથે
એકરૂપપણે જોડાયેલો જે ક્રમાનુપાતી (એટલે) ક્રમે થતો - જે થવાથી તે જ થાય તે ક્રમે અનુપાતી -
આહા..હા! સાધારણ અધિકાર છે, આ પ્રવચનસાર ને જ્ઞેય અધિકાર એમ કરીને કાઢી નાખે. બાપુ!
એમ નથી ભાઈ! આ તો વીતરાગની વાણી છે!! આહા... પરમાગમ છે!! દિવ્યધ્વનિમાં આવેલો સાર
છે!! આહા...હા! ભલે કહે છે એકદમ પર્યાયનો પલટો ખાય, સિદ્ધની પર્યાય પલટે એકદમ! છતાં
એની અન્વયશક્તિના સંબંધમાં રહીને થઈ છે. આહા...હા...હા! સત્-ઉત્પાદમાં તો તે હોય જ તે. છે ઈ
થઈ છે એમ. પણ અસત્-ઉત્પાદમાં પણ નો’ તી ને થઈ માટે અસત્- (ઉત્પાદ) છતાં એ પર્યાયને
ક્રમાનુપાતી જે અન્વયશક્તિઓ છે-ગુણો છે-દ્રવ્યનું દ્રવ્યપણું છે. દ્રવ્યનું દ્રવ્યત્વપણું - એની શક્તિપણું
જે છે એનો સંબંધ રાખીને પર્યાયો ક્રમાનુપાતી થાય છે. આહા... હા! હવે આવું બધું ક્યારે યાદ રહે?
આહા... હા! હાલ્યા જાય જુઓને આમ અકસ્માત! ખબર ન પડી કહે છે આજે સવારે વળી એવું
સાંભળ્‌યું! સવારે ઓલી દૂધવાળી આવી ત્યારે ખબર પડી! દૂધવાળી કહે કે આ કાન્તિભાઈનું માથું
આમ કેમ છે? થઈ ગયેલું (મૃત્યુ) જોવે ત્યાં કાંઈ ન મળે, આ દેહની સ્થિતિ! રાત્રે ત્યાં ક્યારે થયું
એકલા! આહા.. હા! એ જ સમય તે પરિણામ છૂટવાનો કાળ. છતાં તે પરિણામ અન્વયશક્તિઓને
સાથે ગૂંથાયેલ છે. અધ્ધરથી થયેલ છે (એમ નહીં) ઈ