કેવું કહે છે? (ગાથામાં)
અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (–એકરૂપપણે જોડાયેલો) જે ક્રમાનુપાતી - ક્રમે થતો સ્વકાળે ઉત્પાદ
થાય છે.” આહા...! કેટલું મૂકયું છે? અસત્-ઉત્પાદ છે છતાં તદ્રન અધ્ધરથી - આમ આકાશના
ફૂલની જેમ છે એમ નહીં. ઈ (અસત્-ઉત્પાદ) અન્વયની સાણે જોડાણની ઉત્પન્ન થાય છે. અને તે
સ્વકાળે પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... હા! આમાં હવે વાદ-વિવાદે એકાંત છે, સોનગઢનું એકાંત!
કહો બાપુ! તું શું કરી રહ્યો છે? પ્રભુ! તમે ય પ્રભુ છો બાપુ! ભગવાન! બાપુ, આ તો ભગવાન
થવાની કળા છે! ઈ ભગવાનસ્વરૂપ છે. છે તે થાય છે. (ઈ સત્-ઉત્પાદ) અને અસત્-ઉત્પાદની
પર્યાય કીધી તો તે પણ અન્વયશક્તિ હારે ગૂંથાયેલી કીધી (છે.) ચેતનજી! આંહી બહારમાં તો સત્-
ઉત્પાદ કીધો અને (વળી) અસત્-ઉત્પાદ કીધો, નથી પહેલી ને થઈ, એ પર્યાય અપેક્ષાએ (કીધું)
છતાં પહેલી નહોતી ને થઈ તેને અસત્-ઉત્પાદ કીધો, પણ અન્વયશક્તિ સાથે તેને સંબંધ છે -
જોડાયેલી છે. આહા... હા! આવી વાત! ક્યાં છે બાપા! ભાગ્યશાળીને કાને પડે એવી વાતો છે આ
તો!
તે સત્ - ઉત્પાદ છે. છે તે થાય છે. અંદર -માં છે (તે આવે છે.) અંદરમાં યોગ્યતા, એ જાતની પડી
છે. ભગવાને તો જોઈ છે ને કે આ પર્યાય થાશે, અહીંયાં. આહા... હા! અન્વયશક્તિમાંથી - ભગવાને
તો જોયું છે કે આ પર્યાય છે ઈ આમાંથી આવશે. અહીંયા હવે અસત્-ઉત્પાદમાં પણ ભગવાન! વાત
ઝીણી બહુ પ્રભુ! એ પર્યાય નો’ તી ને થઈ, તો પણ જે દ્રવ્ય - જે વસ્તુ છે એની અન્વયશક્તિ-
દ્રવ્યત્વપણું-ગુણપણું-ભાવપણું જે છે એની સાથે નથી ને થઈ તે (અસત્-ઉત્પાદ) પણ ગૂંથાયેલી છે.
શશીભાઈ! આહા...હા! જુઓ! આ પ્રવચનસાર! આહા...! ગજબ વાત છે!! એની રીતે અને પદ્ધતિ
અલૌકિક છે! આહા...હા! એમાં દુનિયાના વિસ્મયો અને અચિંત્યતા ક્યાં રહે એમાં? આહા... હા!
(ખરેખર અલૌકિક તો) એના દ્રવ્યને પર્યાય - બેની સમજણમાં, એની વિસ્મયતા લાગે. (અને
બાકીની સર્વ) બીજી ચીજો - ગમે તેટલી અનુકૂળતા (વાળી) - કરોડો પ્રકારની હો,