Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 489 of 540
PDF/HTML Page 498 of 549

 

background image
ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૮૯
એમાં અચિંત્યતા શું? (વિસ્મયતા શું?)
(અહીંયા તો કહે છે પ્રભુ! તારામાં અન્વયશક્તિઓ - દ્રવ્યનું દ્રવ્યત્વપણું એવું છે, (કે) દ્રવ્ય
જે તું દ્રવ્ય છો, ભગવાન કહે છે કે તું વસ્તુ છો તો તેમાં વસ્તુપણું (દ્રવ્યપણું) રહ્યું છે. ઈ દ્રવ્યત્વ
કહેવાય, ઈ અન્વયશક્તિ કહેવાય (ઈ ગુણ કહેવાય.) આહા... હા! એ (પર્યાય) નથી ને ઉત્પન્ન થઈ
(છતાં એ) અસત્-ઉત્પાદને સંબંધ છે અન્વયશક્તિ સાથે. એ (અસત્-ઉત્પાદ કીધો) અધ્ધરથી
સાધન થઈ ગઈ છે- નથી ને થઈ માટે પણ એમ નથી. આવી વાતું છે હવે! આ બેનું-દીકરિયું ને
સાધારણ ને અભ્યાસ (કંઈક) હોય એને તો ઠીક, પણ આ રોટલા રાંધે ને ખાય ને... એમાં આ વાતું
(બેસારવી)! શું કહે છે આ? બેસવું કઠણ પડે! આહા... હા!
(શું કહે છે કેઃ) પાછી પર્યાયો ‘પર્યાયભૂત’ કીધી (છે.) એટલે કે ‘છે’ . એવી એકરૂપપણે
જોડાયેલો “જે ક્રમાનુપાતી–ક્રમાનુસાર” જોયું? ક્રમાનુસાર પર્યાય થાય પણ એ અન્વયશક્તિ સાથે
(-એકરૂપપણે) જોડાયેલ છે. ક્રમાનુસાર છે. જે સમયે, જે થવાની તે ક્રમ-અનુસાર (જ) છે. આહા...
હા! (જુઓ આ) “ક્રમબદ્ધ”!! તમે ક્રમબદ્ધ માનો તો પુરુષાર્થ ઊડી જાય છે. અરે પ્રભુ! સાંભળ તો
ખરો! (એમ છે નહીં.) આ ‘ક્રમાનુપાતી’ (ક્રમબદ્ધ) નો નિર્ણય કરે છે ત્યારે સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ
જાય છે. (એ જ પુરુષાર્થ છે.) કારણકે (પર્યાય) નો’ તી ને થઈ, એ પર્યાય અન્વય સાથે ગૂંથાયેલી
છે. (એને) અન્વય સાથે સંબંધ છે. એ અન્વય-ગુણ છે તે, અન્વયી-દ્રવ્ય છે તેનું અન્વયપણું છે- એ
દ્રવ્યનું દ્રવ્યપણું છે. (માટે) ગૂંથાયેલી પર્યાય દ્રવ્યમાંથી- જે નહોતી ને થઈ - એમ જ્યાં નિર્ણય કરવા
જાય છે ત્યાં દ્રવ્યનો નિર્ણય થાય છે. દેવીલાલજી! આહા... હા!
(કહે છે) ભાઈ! ભલે પર્યાય અસત્ ઉત્પન્ન થાય, નહોતી ને થઈ પણ એનું તાત્પર્ય શું છે?
(એનું તાત્પર્ય એ છે કે) એ નો’ તી ને થઈ (છતાં) અન્વય સાથે સંબંધ વિના થઈ એવો અર્થ
નથી, તેમ જ અન્વયશક્તિઓ જે છે - ગુણો છે એની સાથે (એ અસત્ પર્યાયને) કાંઈ પણ સંબંધ
નથી ને એ વિનાની થઈ છે એમ નથી. આહા... હા! શું દ્રવ્ય-ગુણ ને પર્યાયને (અલૌકિક રીતે) સિદ્ધ
કરે છે! હેં? એક માણસ પૂછતો’ તો (કહે કે) આ દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાથી જાણવા-દ્રવ્ય-ગુણ
જાણવા એમાં શું? અરે! ભગવાન! એમાં સર્વસ્વ છે! દ્રવ્યમાં સર્વસ્વ છે, એના ગુણોમાં સર્વસ્વ છે,
અને તે કાળે ક્રમાનુપાતી-ક્રમાનુસાર (ક્રમબદ્ધ) સ્વકાળે તે જ (ઉત્પાદ) થાય. આહા... હા!
(શ્રોતાઃ) આમાં જ પુરુષાર્થ છે... (ઉત્તરઃ) અનંત પુરુષાર્થ છે! ભાઈ! આવો નિર્ણય જેણે કરવો છે.
આ કહેલાનું તાત્પર્ય શું છે? (અહીંયા) એવું કહ્યું કે આમ થાય છે (સત્-ઉત્પાદ) ને આમ થાય છે
(અસત્-ઉત્પાદ) બસ એટલું - એમ જ છે! (તો કહે છે કેઃ) એનું તાત્પર્ય છે કે નહોતી ને થઈ તો
પણ ગુણ સાથે સંબંધ છે અને ગુણ છે ઈ ગુણીના છે. એના ઉપર દ્રષ્ટિ જતાં સત્ની તને ખબર -
શ્રદ્ધા પડશે. આવો સત્ પરમાત્મા! સત્ છે. આહા... હા!
આવો ભગવાન (આત્મા) સત્ છે અંદર