ચીજ આનંદમય છે. જેનો (આ) નમૂનો આવવાથી...!! સમજાણું કાઈ? આહા... હા!
દશ-દશ લાખ પેદા કરે છે મહિને! આમ દુકાને બેસે, તો નોકરો વીસ-પચીસ. ભાઈ! ન્યાં છે ને
શાંતિભાઈને ત્યાં, શાંતિ (ભાઈ) ઝવેરી! શું કહેવાય ઈ? ઝવેરાત, ઝવેરાત. આ હીરા ઘસે છે ને...!
બધા હુશિયાર માણસ! એક-એકને મહિને ચારસે-પાંચસે-છસે મળતા હશે! (શ્રોતાઃ) વધારે મળતા
હશે... (ઉત્તરઃ) હજાર લો ને...! અમને કો’ ક વાત કરે અમે... એમાં ઈ કોઈ નવીન ચીજ નથી
બાપુ! આહા... હા! એ કંઈ વિસ્મયકારી નથી. આહા... હા! (વિસ્મયકારી ચીજ તો) પ્રભુ! તારું
(આત્મ) દ્રવ્ય ને દ્રવ્યત્વપણું અને તેની ક્રમાનુપાતી-ક્રમાનુસાર (ક્રમબદ્ધ) સ્વકાળે પરિણમન થાય
તેવું તારું સ્વરૂપ-સ્વભાવ છે!! આહા... હા! કો’ સમજાણું આમાં? આહા... હા! આ તો મારગ
બાપા! ત્રણ લોકના નાથ, તીર્થંકરદેવ (ની) વાણીમાં આવ્યું (ઈ) અલૌકિક વાતું છે. (શ્રોતાઃ)
દ્રવ્યમાં હતી તે આવી, એ વાત દ્રવ્યદ્રષ્ટિવાળા જ કહે ને...! (ઉત્તરઃ) ઈ તો દ્રવ્યદ્રષ્ટિ છે. પણ નહોતી
ને થઈ (ઈ) ઉત્પાદને અન્વય સાથે સંબંધ છે. આહા... હા! દેવીલાલજી! અધ્ધરથી - આમ અધ્ધરથી
(શું) થઈ છે! (ના.) એ તો હારે જ રાખ્યું છે. આહા... હા! ઓલી સત્ છે ઈ ઉત્પન્ન થાય છે એ
દ્રવ્યનું દ્રવ્યતત્ત્વપણું - અન્વયશક્તિઓના સંબંધમાં હતી - છે ઈ આવી છે પણ અહીંયા પર્યાય તરીકે
જુઓ કે (પહેલી) નહોતી ને આવી તો પણ અન્વય સાથે સંબંધ છે. આહા... હા!
આહા... હા! જેમ અન્વયશક્તિનું દ્રવ્ય, એકરૂપ સ્વકાળે છે, ત્રિકાળ એકરૂપ છે. અને આમાં
(પર્યાયમાં) એક સમયનો કાળ, તે સમયનો તે જ કાળ છે. આહા... હા! સ્વકાળે તે પર્યાય ઉત્પન્ન
થાય છે. કેટલી ભાષા વાપરી છે. (જુઓ!) “ક્રમાનુપાતી” છે? (પાઠમાં) “સ્વકાળે” “ઉત્પાદ”
થાય છે. “તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેક વ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી” એ પર્યાયભૂત - નવી
થઈ, પૂર્વે નહોતી, એથી એને અસત્પણું હોવાથી
સંબંધ વિનાની (થઈ છે) એમ નહીં. આહા... હા! આવી વાતું!! ઓલું તો કહે કે દયા પાળો... ને
છ- કાયની દયા પાળો... ને વ્રત કરો ને... ઉપવાસ કરો... ને આ કરો..... ને ધૂળમાં ય એ તો અજ્ઞાન
છે. આહા... હા!