કરણ અને અધિકરણ હોવાને લીધે.” દેખો! શું આવ્યું? “માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો - કે
જે પર્યાયોના સ્વરૂપનું કર્તા છે” આહા... હા! એ પર્યાયનો, સ્વદ્રવ્ય કર્તા છે. પરદ્રવ્ય-કર્મની પ્રકૃતિનો
ઉદય તીવ્ર આવ્યો માટે અહીંયા વિકાર થયો ને... એ કરમ ખસી ગયું સમકિત થયું ને... એમ નહીં.
આહા... હા! એ સમકિતની પર્યાયને કાળે- પહેલી નહોતી ને થઈ - અરે! સિદ્ધપણું પહેલું નો’ તું.
એ સિદ્ધપણું થયું- એ અભૂતપૂર્વ થયું છતાં- અન્વયશક્તિનો સંબંધ રાખીને થયું છે. અને તે
ક્રમાનુસારી (ક્રમબદ્ધ) તે પર્યાય તે કાળે, સિદ્ધની પર્યાય તે (સ્વકાળે) થાય છે. આહા... હા... હા!
એ પર્યાયને તેનું દ્રવ્યત્વ - અન્વયશક્તિ સાથે સંબંધ છે. અન્વયશક્તિ છે તે દ્રવ્યની છે. આહા... હા!
ત્રણે ય ભેગું થયું!! આહા... હા! ભલે! નરકની પર્યાય, થાય પણ કહે છે કે પર્યાય છે તો એની -
એનામાં -એનાથી છે ને...! એમાં દ્રવ્ય વર્તે છે ને...! દ્રવ્ય વર્તે છે તે દ્રવ્યની અન્વયશક્તિઓ સાથે તે
(પર્યાય) ગૂંથાયેલી છે ને...! અધ્ધરથી થઈ નથી (કાંઈ એ પર્યાય) આહા... હા!
બહુ મુશ્કેલ પડે! આહા... હા! હીરાલાલજી! તમે આવી ગયા ઠીક રવિવાર છે ને...! વાત આવી ગઈ.
ભાગ્યશાળીને કાને પડે એવું છે! આહા... હા!
(પાઠમાં) “માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યને કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા.” એ દ્રવ્ય છે ઈ
પર્યાયોના સ્વરૂપનું કર્તા (છે.) આહા... હા... હા... હા! એ દ્રવ્ય છે એ પર્યાયોના સ્વરૂપનું કરણ -
સાધન (ઈ દ્રવ્ય). એ પર્યાયનું સાધન દ્રવ્ય (છે.) આહા... હા! કરમનો (ઉદય) આકરો આવ્યો ને
કરમ ઘટયાં માટે (પર્યાય આમ થઈ એની ના પાડે છે.) આહા... હા!
સાધન ને અધિકરણ!! (અસત્-ઉત્પાદ) અનેરાપણે થઈ - સ્વકાળે થઈ - પહેલી નો’ તી ને થઈ,
એ અન્વયશક્તિનો સંબંધ રાખીને થઈ (એટલું કહ્યા પછી) દ્રવ્ય લીધું. આ પર્યાયને અન્વયશક્તિ
સાથે રાખીને કીધું. હવે દ્રવ્ય લીધું. આહા... હા! કે દ્રવ્ય જે છે તે તેની પર્યાયનું કર્તા - તે સ્વકાળ
પર્યાય થાય તેનું સાધન-સ્વકાળે પર્યાય થાય તેનો આધાર (દ્રવ્ય) હોવાને લીધે “પર્યાયોથી અપૃથક
છે.” પર્યાયોથી જુદું (દ્રવ્ય) નથી. “તેનો - અસત્ - ઉત્પાદ નકકી થાય છે.” દ્રવ્ય (કાંઈ) પર્યાયોથી
જુદું નથી. આહા... હા! અપૃથક છે. પર્યાયો દ્રવ્યથી અપૃથક છે. આહા... હા! તેનો અસત્-ઉત્પાદ
નકકી થાય છે.