Pravachansar Pravachano (Gujarati). Date: 09-07-1979.

< Previous Page   Next Page >


Page 492 of 540
PDF/HTML Page 501 of 549

 

background image
ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯૨
પ્રવચનઃ તા. ૯–૭–૭૯.
‘પ્રવચનસાર’ ૧૧૩ ગાથા. ભાવાર્થ, ઉદાહરણ છે ને...! એના ઉપર આવી ગયું કાલ. બે લીટી
ઉપરની (ત્યાંથી ફરીને.)
(અહીંયા કહે છે કેઃ) “દ્રવ્યનો – કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા.” દ્રવ્ય જે છે આત્મા કે
પરમાણુ એની જે સમયે જે અવસ્થા થાય, એ કાળે જ થાય. (સ્વકાળે થાય) ક્રમાનુપાતી એમ લખ્યું
ને...! ક્રમાનુપાતી-ક્રમાનુસાર અને તે તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા... હા! જ્ઞાનમાં એની દશા થાય,
એનો કર્તા આત્મા છે. જ્ઞાનાવરણીયનો ઉદય એનો કર્તા નથી. એમ કહે છે. એમ આત્મામાં,
આયુષ્યગતિને લઈને - આયુષ્યકર્મને લઈને, દેહમાં રહે છે એમ નથી. એની પોતાની પર્યાયને કારણે
ત્યાં પર્યાયમાં (છે.) તે પર્યાયનો કર્તા આયુષ્ય (કર્મ) નથી. દેહમાં રહેવું - જેટલો કાળ (રહેવું) એ
કાળની પર્યાયનો એ શરીરમાં રહેવાનો જેટલો કાળ છે તેટલો એ જ સમયનો કર્તા તે દ્રવ્ય છે. આહા...
હા! તે દ્રવ્ય તેનો કર્તા, દ્રવ્ય તેનું કરણ-સાધન અને દ્રવ્ય તે પર્યાયનો આધાર (અધિકરણ) (છે.)
આહા... હા! આ દરેક દ્રવ્યની વાત છે. આ મનુષ્યપણે સમજાવી છે. ઈ દરેક દ્રવ્ય એના પર્યાયના
સ્વરૂપનો કર્તા છે (કરણ ને અધિકરણ છે.) કેટલી વાત સમાવી દીધી છે!! ઓલા કહે કે અંતરાય
કરમને લઈને આત્મામાં, દીક્ષા લેવાનો ભાવ ન થાય - એવું આવે છે. ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં.
એય? ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ માં (એવું લખાણ આવે છે.) આહા... હા!
અહીંયા કહે છે કે જે પર્યાય થાય છે, તે દ્રવ્યમાં - વસ્તુના ક્રમ અનુસાર - ક્રમાનુપાતી - તે
ક્રમે આવવાની છે તે આવે છે - તે દ્રવ્યને તેથી અસત્-ઉત્પાદ કહેવામાં આવે છે. દ્રવ્યનો અસત્-
ઉત્પાદ (કહે છે) પર્યાય પહેલી નહોતી ને થઈ - એ અપેક્ષાએ દ્રવ્યને અસત્-ઉત્પાદ કહેવામાં આવે
છે. છતાં તે તે પર્યાય, તે તે દ્રવ્યની શક્તિ જે છે અનંત - અન્વયશક્તિઓ અનંત છે. દ્રવ્ય એક છે,
પણ એની શક્તિઓ એટલે ગુણો અનંત છે. અને ઈ અનંત (ગુણો) ની હારે અનંતી પર્યાયો
ગૂંથાયેલી છે. આહા... હા... હા! (શ્રોતાઃ) પ્રગટ નથી ને ગૂંથાયેલી શી રીતે છે? ... (ઉત્તરઃ)
ગૂંથાયેલી છે એમાંથી પ્રગટ થાય છે. એને સંબંધ છે અન્વયશક્તિનો. ઈ તો પર્યાય પહેલી નહોતી
તેથી તેને અસત્-ઉત્પાદ, દ્રવ્યનો અસત્-ઉત્પાદ છે એમ કીધી. દ્રવ્યમાં ઈ અસત્ (ઉત્પાદ) છે એમ
કીધું. છતાં એની અન્વયશક્તિઓ - જે ગુણો છે (તેની સાથે સંબંધ છે.) અન્વયો- રાતે વાત થઈ’
તી ને ભાઈ! અન્વયા ગુણાઃ પણ આવે છે. અન્વય દ્રવ્ય ને ‘અન્વયા ગુણાઃ’ આવે છે બીજે. ત્યાં
વાંચેલું નો’ તું - દ્રવ્ય તે વિશેષ છે અને તેના ગુણો તે વિશેષ્ય છે એમ આવ્યું’ તું. અથવા દ્રવ્ય તે
વસ્તુ છે અને એની શક્તિઓ, અન્વયો છે. તો ઈ અન્વયો શક્તિ છે અનંતી. આહા... હા! આવી
વાત!! અને એ શક્તિઓની સાથે, તે તે સમયે જે પર્યાયો થવાની તે શક્તિ સાથે સંબંધ રાખે છે.
(પર્યાયો) શક્તિ સાથે ગૂંથાયેલી છે. આહા... હા... હા! કોઈ તત્ત્વની પર્યાય (બીજા તત્ત્વને લઈને
નથી.) કે આ આત્મા