કહે છે. આહા... હા! ગજબ વાત છે!! લાભુભાઈનું લખાણ કાંઈક આવ્યું છે, કાંઈક ઠીક છે. કંઈક
સાધ આવતી જાય છે, પોતાની મેળે પીવે છે ને...! આહા... હા!
અન્વયશક્તિઓ અનંત છે. તેની સમયે-સમયે ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) ક્રમે જે થવાની પર્યાય તે તે
દ્રવ્યને લઈને થાય છે. આહા... હા! પર્યાય, પરને લઈને તો બિલકુલ નહીં. હો નિમિત્ત-પણ નિમિત્તને
લઈને કાંઈ અંદર થાય (એમ છે નહીં) આહા... હા! આવી વાત! જુઓ! આ આંગળી હાલે છે
આંગળી આ. એ પરમાણુઓ (દ્રવ્ય) છે. એમાં અનંત-અન્વયશક્તિ-ગુણો છે. એને અનુસરીને -
ગૂંથાયેલી (પર્યાયો) તે કાળે, તે જ ક્રમે -ક્રમાનુસાર જે પર્યાય આવવાની-થવાની તે જ થાય છે. તેથી
તે પર્યાયને અસત્-ઉત્પાદ ને દ્રવ્યને પણ અસત્-ઉત્પાદ કહીએ. પર્યાયને અસત્-ઉત્પાદ તો ખરો પણ
દ્રવ્યને અસત્-ઉત્પાદ કહીએ. આહા...! આહા... હા! છે? જુઓ! (પાઠમાં).
થાય છે. આહા... હા! બે લીટીમાં કેટલું ભર્યું છે!! અહીંયાં (અજ્ઞાની) કહે કે હું પરની દયા પાળી
દઉં, પરને (બચાવી) અહિંસા કરી દઉં, પૈસા રળી દઉં, કમાઈ દઉં દુકાને બેસીને, દુકાનની વ્યવસ્થા -
લોઢા-બોઢાની સરખી વ્યવસ્થા કરી દઉં, આહા... હા! ધંધો દાણાનો (તો) ઘઉં, બાજરો આદિ જે છે
એમાં એક એક દાણો અનંત પરમાણુનો પિંડ છે. અને ઈ પરમાણુંમાં અનંત અન્વયશક્તિઓ રહેલી
છે. તે કારણે (તે દાણાની) તે પર્યાય તે થવાની તે - આમ જવાની હોય - આવવાની હોય તે કાળે
તે પર્યાય (તેનાથી (દ્રવ્ય-ગુણથી) થાય. ઓલો બીજો કહે કે મેં આને દાણા આપ્યા ને મેં દાણા
તોળીને આપ્યા, એ બધી જૂઠી વાત છે. આહા... હા!
આઠ હજાર પગાર પાડે! કોનો દીકરો ને કોનો (બાપ)? આહા... હા! આ મારો દીકરો હુશિયાર થયો
છે. પણ દીકરો કોનો? અહીંયા કહે છે. એ દીકરો તો આત્મા છે ને આત્માની પર્યાય તો એનાથી થાય
છે. એ પર્યાય તારાથી થઈ છે ને તેં દીકરાને ઉત્પન્ન કર્યો છે? ત્રણ કાળ, ત્રણ લોકમાં આ વાત સાચી
નથી. આહા... હા! આકરું ભારે ભાઈ!! પૈસાવાળા તો આમ જાણે - કરોડો પૈસા (રૂપિયા) અબજો
પૈસા (રૂપિયા) (માને કે) અમે આમ કરી દઈએ - અમે આમ કરી દઈએ, (કોઈને) બે-પાંચ લાખ
આપીને ધંધે ચડાવી દઈએ, એમાીં આપણને નફો તો મળે! મહિને ટકા-દોઢ ટકાનું વ્યાજ આપે,
પેદાશમાં આઠ આના અમારા ને આઠ (આના)