દ્રવ્યનો અપૃથક છે તેથી તેનો
દેવ નથી. મનુષ્યની જે પર્યાય છે તે દેવની પર્યાય નથી, તે સિદ્ધની પર્યાય નથી. આહા... હા! આચાર્યે
બે વાત લીધી. મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, એમાં તિર્યંચને અંદર લઈ લેવું. “દેવ તે મનુષ્ય કે સિદ્ધ
નથી.” ભલે સ્વર્ગમાં દેવ થાય. આહા... હા! આચાર્ય છે ને... મનુષ્યથી દેવ થવાના છે. દેવ પછી
સિદ્ધ થવાના છે. આહા... હા! (દેવમાંથી) પછી મનુષ્ય થઈને સિદ્ધ થવાના છે. આહા... હા! દિગંબર
સંતોની વાત છે બાપા! “મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી,” મનુષ્યપણાની ગતિ જે છે અંદર તે દેવપણું
નથી ને સિદ્ધપણું નથી. અને “દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી.” આહા... હા! મુનિરાજ તો દેવમાં
જવાના. દેવની પર્યાય થવાની - પંચમકાળ છે ને...! આહા...! પણ ઈ “દેવ તે મનુષ્ય કે સિદ્ધ
નથી.” આહા... હા! “એ રીતે નહિ હોતો” થકો અનન્ય (–તેનો તે જ) કેમ હોય?” જીવ તેનો તે
જ કેમ હોય? જોયું? આહા...! એ જીવ જે છે મનુષ્ય છે તે દેવ કે સિદ્ધ નથી, અને દેવ કે સિદ્ધ છે તે
મનુષ્ય નથી, તો પછી તેનો તે જ કેમ (જીવ) હોય? આહા...! તેનો તે જ કેમ હોય? આહા... હા!
પર્યાયમાં અનેરો થાય છે ને...! દુનિયા તો શરીરને જ દેખે છે (માને છે) આત્મા. આ (શરીર તો)
માટી છે, પુદ્ગલની અવસ્થા - જડ-માટી છે. એ (શરીરમાં) અનંતા પરમાણુ છે એકેક પરમાણુંમાં
અનંતી અન્વયશક્તિઓ છે અને તે તે પરમાણુની (પર્યાયો) ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) જે પર્યાય
આવવાની તે જ આવે છે એ પર્યાયનો કર્તા-સાધન ને અધિકરણ (આધાર) એ પરમાણુ છે. આહા...
હા! આવું જગતને બેસવું (ઘણું કઠણ!) અભ્યાસ ક્યાં છે? જગતના અભિમાન આડે (સમજવા)
નવરો ક્યાં છે? આ કર્યુ ને.. આ કર્યું ને.. આ કર્યું ને...!
- એ જીવદ્રવ્ય પર્યાય અપેક્ષાએ અન્ય છે એમ સિદ્ધ કરવું છે. આહા... હા! આવો ઉપદેશ હવે
મીઠાલાલજી! નવરા ક્યાં? એક તો ધંધા આડે નવરા ક્યાં? પાપ. આખો દિ’ ધંધો! બાયડી-છોકરાં
(સાચવવાં) ધૂળ-ધાણી! આહા... હા! કાંઈ જેની હારી સંબંધ ન મળે,