Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 496 of 540
PDF/HTML Page 505 of 549

 

background image
ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯૬
એમ કહે છે. (મંદિરના) શિખર ઉપર પાણો ચડાવે તો કહે છે કે એ (મંદિરના) આધારે રહેલ છે
એમ નહીં. આહા... હા! ઈ પરમાણુના, તે સમયની પર્યાય થઈ તે પર્યાયનો કર્તા- સાધન ને આધાર
તે પરમાણુ છે. આહા... હા! આ શિખરે સોનાનો (કળશો) ચડાવ્યો- ફલાણું આમ કર્યુ ને ફલાણુ
આમ કર્યું અભિમાનના પાર ન મળે અરે... રે! એ અભિમાનમાં ગોથાં ખાય ને મરીને જાય ચાર
ગતિમાં (રખડવા.) આહા... હ! કેટલું સમાડયું છે જુઓ! આ તો વિશેષમાં આવ્યું કેઃ “પર્યાયોના
અન્યપણા વડે દ્રવ્યનો” – પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો – કે જે અસત્–ઉત્પાદ નકકી થાય છે” કે
જે પર્યાયોના સ્વરૂપનું કર્તા છે, કરણ અને અધિકરણને લીધે પર્યાયોથી અપૃથક્ છે.”
પર્યાયોથી જુદો
નથી. ઈ દ્રવ્ય, પર્યાયોથી જુદો નથી. તેથી
“તેનો અસત્–ઉત્પાદ નકકી થાય છે.” આહા... હા!
આટલામાં કેટલું ભર્યું છે! આ કાલ આવી ગયું છે. પણ આ તો દ્રવ્ય પોતે અસત્-ઉત્પાદપણે નકકી
થાય છે એમ કહે છે. અને છતાં તે પર્યાય, એકદમ બીજી જાતની થાય - સંયોગોમાં આવીને બીજી
થાય એટલે તને એમ લાગે કે એનાથી થઈ (તો) કહે છે કે ના. એના ક્રમાનુપાતીથી (થઈ છે
ક્રમબદ્ધ). અન્વયના સંબંધથી થઈ છે અને ક્રમે આવવાની તે આવીને તે પણ અસત્-ઉત્પાદપણે
પર્યાય ઊપજે છે. આહા... હા! ત્રણ લોકનો નાથ, સત્સ્વરૂપ પ્રભુ! જે પલટતો નથી - બદલતો નથી,
એ પણ અહીંયા કહે છે કે ઈ પર્યાયપણે અસત્-ઉત્પાદપણે તે ઊપજે છે. આહા... હા! સમજાણું
કાંઈ...? છે કે નહીં એમાં? (પાઠમાં) આહા... હા! ગર્વ ગાળી નાખે એવું છે!! ગર્વ ગાળતાં
ભગવાન નજરે પડે એવું છે! આહા... હા!
આવો જે ગર્વ ગાળે, એની પર્યાય (પર) નજર ન રહેતાં,
આહા... હા! કેમ કે ઈ પર્યાયનો કર્તા તો દ્રવ્ય છે, એનો આધાર ઈ દ્રવ્ય છે, સાધન ઈ દ્રવ્ય છે. (તેથી
દ્રવ્યને જ જોવાનુ આવ્યું) આ બહારના સાધનો મેળવીને, પર્યાય નિમિત્ત ઉત્પન્ન કરે, નિમિત્તો મેળવે
સાધન અનુકૂળ સાટુ કહે છે એ વાત બધી જૂઠી છે. આહા... હા!
(શ્રોતાઃ) પર્યાયની દ્રષ્ટિનો ભૂકકો
ઊડી જાય... (ઉત્તરઃ) વસ્તુ એવી છે બાપુ! વીતરાગ, સર્વજ્ઞ પરમેશ્વર, જિનેશ્વરદેવ - એના જ્ઞાનમાં
આવ્યું એ કથનમાં આવ્યું ઈ કથનમાં આવ્યું ઈ આ રચનામાં આવ્યું (છે.) આહા... હા!
(કહે છે કેઃ) પ્રભુ (આત્મા) તું કોઈ પણ પરમાણુ ને હલાવી શકે નહીં, હાથને હલાવી શકે
નહીં, જીભને હલાવી શકે નહીં, આંખને આમ (પટપટાવી) શકે નહીં આત્મા. કેમ બેસે? આહા...!
આ દાકતર કહે કે ઊંડો શ્વાસ લો! સારું ઊંડો લઈએ. બાપુ! ઈ શ્વાસની પર્યાય, પરમાણુની તે કાળે,
તે રીતે જ આવવાની છે તે રીતે થાય છે, આત્મા અંદર પ્રેરણા કરે માટે ઊંડો શ્વાસ થાય, એમ નથી.
આહા... હા! એક ગાથાએ તો ગજબ સિદ્ધાંત!! મારું મકાન ને મારા પૈસા ને... મારા દીકરા ને...
મારી દીકરિયું ને... મારા જમાઈ - સારો જમાઈ મળ્‌યો હોત તો (ફુલાઈને બીજાને કહે) આ મારા
જમાઈ છે.. ક્યાં કરવો એ જમાઈ! પ્રભુ! તારી પર્યાયમાં પણ તું અસત્પણે ઉત્પન્ન થા. પહેલી પર્યાય
નો’ તી માટે (અસત્-ઉત્પાદ) એમાં તું બીજાને એમ માન કે આ મારા (છે એ ગર્વ છે.) આહા...
હા! દેવીલાલજી! હિન્દીવાળા છે એ નો’ સમજે ગુજરાતી ભાષામાં! આહા...!