इति गुणलक्षणम् । [जयसेनाचार्य]
જ્ઞાનનો પ્રવાહ!! આહા... હા! જ્ઞાન.... જ્ઞાન.... સમજણ.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન.... જ્ઞાન....! એવો
જે દ્રવ્યસ્વભાવ, તેના ગુણો અન્વય એટલે કાયમ રહેનારા અન્વયની સાથે રહેનારા અન્વયો (અનંત)
આહા... હા! ઓલું વિશેષણ આપ્યું છે ને...! વિશેષણ કહો કે અન્વયશક્તિ કહો કે અન્વયગુણ કહો
(એકાર્થ છે) શક્તિનો અર્થ એટલો જ. અન્વયગુણો લીધા અહીંયા. આહા... હા! આ તો મૂળતત્ત્વની
વાતું છે બાપુ! અત્યારે તો ગોટા હાલ્યા છે ગોટા! જે બોલવાની પર્યાયભાષા (વર્ગણાના પરમાણું
છે.) તો કહે છે કે એ પરમાણુની જે અન્વયશક્તિઓ છે એને ક્રમે ભાષા (પર્યાય) થવાની છે તે
કાળ જ તે ભાષાની પર્યાય થાય છે. એ ભાષાની પર્યાયનો કર્તા તે પરમાણું છે. આત્મા નહીં - જીવ
નહીં - હોઠ નહીં. આહા... હા! કો’ દેવીલાલજી! આવી વાત છે! આટલામાં એ (બધું) ભર્યું છે.
ભગવાનમાં અનંતા-અનંતા ગુણો ભગવત્સ્વરૂપે પડયા છે (ધ્રુવ છે.) એની વર્તમાનમાં, તે પર્યાય, જો
દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય, તો તો તે પર્યાય ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) સમ્યગ્દર્શન-જ્ઞાન ને ચારિત્ર એ પર્યાય
આવે. જો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન હોય, તો રાગ અને પર ઉપર હોય - સંયોગ ઉપર (હોય) તો વિકારી
થાય આવે, વિકાર મારો છે એ મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થાય. ઈ પર્યાયોનો ઉત્પાદ- અસત્
(ઉત્પાદ) પહેલો નહોતો ને થયો છતાં ઈ દ્રવ્ય પોતે જ ઈ અસત્-ઉત્પાદપણે ઊપજયું એમ પણ
કહેવાય છે. આહા... હા! કેમ કે દ્રવ્ય પોતે પર્યાયના કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે
પર્યાયોથી અપૃથક છે. આહા... હા! કેટલું સમાવ્યું છે! હવે આવું સાંભળવું! મળે નહિ બિચારાને ને
રખડયા-રખડ, ચોરાશીના અવતાર! આહા... હા! ઓગણ પચાસ દિ’ થી છે લાભુભાઈને! હજી અંદર
દિ’ રહેવું પડશે! આહા... હા! ભાષા નહીં ને આમ ને આમ રહેવું- એ પણ એ પર્યાયનો જે દ્રવ્યના
અન્વયગુણની સાથે સંબંધવાળો પર્યાય એ કાળનો એ ક્રમાનુપાતી - ક્રમે થનારો તે જ પર્યાય થાય છે.
આહા... હા! દાકતરોથી મટે... દવાથી મટે. આરે...! આરે! એ બધી વાત જૂઠી છે. તે દ્રવ્યની તે
સમયની તે ક્રમમાં આવેલી પર્યાય, એ અન્વયની સાથે સંબંધ રાખીને- સંબંધ તોડીને નહીં- એ
પર્યાય થાય છે તેનો કર્તા તે દ્રવ્ય, કરણ એટલે દ્રવ્ય સાધન અને દ્રવ્યવસ્તુ તે તેનો આધાર (છે.) એ
પર્યાયનો આધાર દ્રવ્ય (છે.) આહા... હા... હા!