(દ્રવ્ય) કેમ ન હોય? અહીં સોનામાં “જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે.” પર્યાયો અનેરાપણે
થાય છે. એ સુવર્ણ અનેરી-અનેરી પર્યાયપણે થાય છે એમ જીવદ્રવ્ય અનેરાપણે કેમ ન હોય? આહા...
હા! પરની હારે કાંઈ લેવા-દેવા ન મળે. કર્મને લઈને ને ફલાણાને લઈને ઢીંકડાને લઈને (આમ થયું
એ વાત નહીં.) આહા... હા! આવી વાત છે! સુકનલાલજી! શુકન આ છે. આહા... હા! દ્રવ્ય અનેરું
કેમ ન હોય? એમ કહે છે ભાઈ! આહા... હા! પર્યાય અપેક્ષાએ (ની વાત છે!) આહા...! દ્રવ્ય તો
દ્રવ્ય છે. પણ પર્યાય ભિન્નભિન્ન થઈ તે કાળે તે થવાની ક્રમાનુપાતી - ક્રમે આવવાની હતી (તે) થઈ,
આવવાની હતી ને થઈ, એ વખતે દ્રવ્ય અન્ય કેમ ન કહીએ? દ્રવ્ય અન્યરૂપે નથી થયું એમ કેમ ન
કહીએ? પહેલી (મનુષ્ય પર્યાય) પણે હતું ને (દેવપણે) થયું તો અન્ય કેમ નથી? આહા... હા! આવી
વાતું! સાંભળવા મળવી મુશ્કેલ! અને સાંભળવી ય મુશ્કેલ પડે! લો, આ હાથે ય હલાવી શકે નહીં.
બોલી શકે નહી. આહા... હેં? સાધુને આહાર દઈ શકે નહી. ભગવાનની સ્તુતિ કરી શકે નહી. આહા...!
ભગવાનની પૂજા (સમયે) ચોખા વડે કરીને (અર્ધ્ય) ચડાવી શકે નહીં. ઈ આત્મા કરી શકે નહીં એમ
કહે છે. આહા... હા! એ વખતે ઈ જીવદ્રવ્યનો પર્યાય, પહેલો નહોતો ને અનેરો થયો એથી તને એમ
લાગે કે આ પર્યાયને લઈને આ બધું - આ થાય છે એમ નથી. આહા... હા! કો’ કાન્તિભાઈ! આવું
તો સાંભળ્યું નથી. નાની ઉંમરમાં વયા ગાય બિચારા! બુદ્ધિવાળા હતા પણ. ગોરધનભાઈએ તો થોડું’
ક પાછળથી સાંભળેલું! તત્ત્વની વાત! આહા... હા! અરે... રે! જે કમાણી કરવી જોઈએ એ કમાણી કરી
નહીં. હેં? આ દશ હજારનો પગાર ને પંદર હજારનો પગાર ને વીસ હજારનો પગાર ને...! બાપુ! પણ
એમાં શું થયું? એમાં ક્યાં તું આવ્યો? એ ક્યાં તારાથી થયું? તારાથી થયું - જે પર્યાય પહેલી નહોતી
એમ અહીંયાં થયું તો અનેરું થયું તો દ્રવ્ય અન્ય કેમ ન હોય? એમ કહે છે. પરને લઈને થયું નથી.
એમ કહે છે. એ પર્યાયને લઈને દ્રવ્ય અનેરું કેમ ન થયું? આહા... હા!
કુંડળ આદિ તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે. એનું - પર્યાયોનું કરનારું સુવર્ણ પણ પર્યાયની
અપેક્ષાએ અન્ય છે. આહા... હા!
બહારના અભિમાન મૂકવા નથી. અમે આ કર્યું ને અમે આનું આમ કર્યું ને આ કર્યું ને - કો’ કને
છેતરવા હોય તો આમ છેતરવા ને આમ (ચાલાકીથી) છેતરવા ને અરે... રે! છેતરાય જાય છે તું
(તે) તને તારી ખબર નથી. આહા... હા! તે પર્યાયની ઉત્પત્તિનું કારણ