પૈસાની પર્યાય પૈસાથી થઈ એને કારણે ખેદ થયો કે રાગ થયો તો એને કારણે (થયો છે) એ કાંઈ
પૈસાને કારણે (ખેદ કે રાગ) થયો એમ નહીં. આહા... હા! આવી વાતું! ત્રણ લોકનો નાથ! આમ
સામે ઊભો રહ્યો હોય જાણે અને સત્ની વાતું કરતો હોય આહા... હા! ફાટ-ફાટ. પ્યાલા કે! (અજર
પ્યાલા!) આહા... હા!
દ્રવ્યને પણ તેથી અમે અન્ય કહીએ છીએ. આહા... હા! કો’ હેં? આવું છે! આમાં આવું ઝાઝા માણસ
સાંભળનારા-શું કહે છે? બહુ થોડા (સાંભળનારા હોય) વાત સાચી! થોડા જ હોય. આવું પરમ
સત્ય!! આહા... હા! ત્રણ લોકનો નાથ! સીમંધરદેવ પરમેશ્વર! ઇન્દ્રોની વચ્ચે કહેતા હતા ઈ આ વાત
છે. અને હજી કહી રહ્યા છે પરમાત્મા! સીમંધર ભગવાન તો સાક્ષાત્ અરિહંત પદે છે ને...! મહાવીર
પરમાત્મા સિદ્ધપદ થઈ ગયા. આહા... હા! પણ તે ય કહે છે કે સિદ્ધપદ પર્યાય ટાણે ઈ અનેરી પર્યાય
થઈ છે અને જીવ પણ ત્યાં અનેરાપણે થયો છે. દેવપણે હતો અથવા મુનિપણે હતો તે પર્યાયપણે હતું
તે વખતે તે પર્યાયપણે (જીવદ્રવ્ય) હતું. અને સિદ્ધપર્યાય થઈ તે પહેલાની પર્યાયને લઈને થઈ એમ
નહીં. આહા... હા... હા! ઇ સિદ્ધની પર્યાય, તે સમયે ક્રમાનુપાતી (ક્રમબદ્ધ) થઈ તેનો કર્તા - કરણ -
સાધન ને આધાર એ આત્મા છે. આહા.. હા.. હા! એ મોક્ષની પર્યાયનો કર્તા મોક્ષમાર્ગે ય નહીં.
આહા... હા! કેમ કે (મોક્ષ) મારગની પર્યાય કાળે દ્રવ્ય તે-પણે ઊપજેલું અને જ્યાં સિદ્ધપદ થયું તે
પર્યાય તે કાળે તે દ્રવ્ય ઊપજયું તેથી અન્ય-અન્ય દ્રવ્ય થયું એમ કેમ ન કહેવાય? પર્યાય અપેક્ષાએ
(થયું એમ કહેવાય છે.) આહા... હા! ઈ આ દ્રવ્ય (ગળે ઉતારવું) મુશ્કેલ! આ તો બધું! આવી વાતું
હશે?! અરે! ભાગ્યશાળી લોક છો બાપા! આવી વીતરાગની વાતું - ઘરની વાત - સાક્ષાત્ ભગવાન
બિરાજતા હોય એમ કહે છે. આહા... હા! લો! એકસો ને તેરમી ગાથા.
ભગવાન એટલે આત્મા. મનુષ્ય પર્યાયકાળે દેવપર્યાયની પોતે આચાર્ય છે ને... સંત છે ને... મુનિ છે
ને... કહે છે કે મનુષ્યની પર્યાયકાળે દેવપર્યાયની કે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાપ્તિ છે.
આહા... હા... હા! વાત ઈ નાખી છે દેવમાંથી મનુષ્ય થઈને સિદ્ધ થવાના (મુનિરાજ.) આહા... હા!
અરે! આનો એકાંત કહે (અજ્ઞાની લોક). લોકો એમ કહે. પરથી કાંઈ ન થાય - અને આડી -