થાય. લે શું કહેવું છે તારે? “ક્રમાનુપાતી” તેના યોગથી આવવાની પર્યાય જે છે તે આવે છે.
અન્યવયનો-ગુણનો સંબંધ રાખીને-અન્વયનો સંબંધ તોડીને નહીં. (ક્રમાનુપાતી-ક્રમસર) થાય છે.
અન્વયનો સંબંધ રાખ્યો તો અન્વય તો ગુણ છે એટલો પણ સંબંધ થયો એની હારે. એથી અહીંયાં
કીધું કે દ્રવ્ય અન્યપણે ઊપજયું છે. આહા...હા! આવી વાતું છે. ભક્તિ અહીં થાશે હોં! શરીરનું કારણ
હોવાને કારણ! પૂનમ છે આ જ. ચોમાસાનો દિવસ! કાલે તો ભગવાનનો દિવ્ય ધ્વનિનો દિવસ છે.
ભગવાનની દિવ્યધ્વનિનો-ગણધરની ઉત્પત્તિનો કાલે દિવસ છે. ચાર જ્ઞાન થવાનો-બાર અંગની
રચનાનો-એ દિવસ છે કાલ! નૈગમકાલની અપેક્ષાએ. કાલે જ કેમ? (અપેક્ષાએ વાત છે.) નૈગમ
એટલે સંકલ્પ-વિકલ્પ. એથી એમ કહેવા એને. આહા...હા!
કરનાર દ્રવ્ય-ગુણ નહીં. પર્યાયનો કરનાર પર્યાય, પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય
સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ - આધાર (પણ) અહીંયાં તો બીજી વાત સિદ્ધ કરવી છે
ને...! આહા... હા! સ્યાદ્વાદ અનેકાંત માર્ગ - આ રીતે છે. ફુદડીવાદ નથી. આહા... હા! સિદ્ધની
પર્યાયોનો કરનાર, મોક્ષની પર્યાયથી મોક્ષની પર્યાય થઈ એમે ય નહીં એમ કહે છે. હેં? આહા... હા!
એક કોર મોક્ષમાર્ગ છે એનાથી મોક્ષ થાય એમ કહેવું. અહીંયાં કહે છે સિદ્ધની પર્યાયનો કરનાર,
સિદ્ધનો આત્મા છે.
પર્યાય નો’ તી માટે થઈ તેથી કંઈક વિલક્ષણ પરનું થયું. એના સંબંધથી બિલકુલ નહીં. અને તે
પર્યાય દ્રવ્યને અડતી નથી છતાં તે પર્યાયનો કર્તા દ્રવ્ય છે. આહા... હા!
વીતરાગની શૈલી!!
એ પાકી પર્યાયનો કર્તા ઈ પરમાણુ છે. બાઈ નહીં, (વાસણ) નહીં. આહા...હા! આંહી તો
અભિમાનનો પાર નહીં કે મારાથી કેવું સરસ થાય છે. કેવા (મજાના) પુડલા થાય છે. હાથ હલાવું
(હળવે-હળવે) શું કહેવાય? વડી