ગાથા – ૧૧૩ પ્રવચનસાર પ્રવચનો પ૦૨
થાય છે ને... પાપડ (સરસ) થાય છે ને ઢીંકડું થાય છે ને...! (માને કે હું) હુશિયાર! મરી ગયો છે.
આત્માને મારી નાખ્યો પરનું કર્તાપણું માનીને-કરીને આહા... હા! ભગવાન (આત્મા) તો જીવતી
જયોત! જીવતી જયોત બિરાજે છે ચૈતન્ય!!
કહે છે કે તે તે કાળે તે પર્યાયપણે દ્રવ્ય ઊપજે છે માટે અન્ય પણ કહેવામાં આવે છે દ્રવ્યને.
પણ અનેરો (કોઈ) બીજો છે એમ નહીં. એ પર્યાય વિલક્ષણ આદિ પર્યાય થાય એના કરવામાં એનું
દ્રવ્ય છે. બાકી કોઈ બીજું દ્રવ્ય - એનું નિમિત્તપણું છે, નિમિત્તપણું હોં. પણ એથી કંઈ (નિમિત્ત)
એનો કર્તા છે કે સાધન છે કે આધાર, અપાદાન છે એમ નથી. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) પર્યાય–અપેક્ષાએ અન્યપણું છે.” આહા...! “દરેક દ્રવ્યને પર્યાય–
અપેક્ષાએ અન્યપણું છે. આમ દ્રવ્યને અન્યપણું હોવાથી દ્રવ્યને અસત્–ઉત્પાદ છે. એમ નિશ્ચિત થાય
છે. દ્રવ્યને હોં? પર્યાય તો અસત્ છે જ, પણ ઈ પર્યાય દ્રવ્યની છે ને...! તેથી દ્રવ્યને અસત્-ઉત્પાદ
કહેવામાં આવે છે. આહા... હા! આવું ઝીણું છે! ઈ એકસો તેર થઈ.
વિશેષ કહેશે.....