Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 43 of 540
PDF/HTML Page 52 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૩
(ક્રમબદ્ધ પર્યાય) થઈ છે તો પોતાથી જ થઈ છે, નિમિત્ત તો સાથમાં ઉપસ્થિત છે. એ નિમિત્તથી
પર્યાય પણ પોતાના - (નિમિત્તના) દ્રવ્ય-ગુણથી એ પર્યાય થઈ છે. નિમિત્ત (એટલે) નિમિત્ત દ્રવ્ય
જે છે તો પોતાના દ્રવ્ય- ગુણથી પોતાની પર્યાય થઈ છે.
જુઓ...! આ લાકડી છે. લાકડી આમ (થી) આમ ચાલે છે. તો એના (લાકડીના પરમાણુ)
ના દ્રવ્ય-ગુણને કારણે એની પર્યાય થાય છે. આ આંગળીઓથી નહીં અને આંગળીને આધારે એ
(લાકડી) રહી છે એમ નહીં. એમાં પર્યાયના ષટ્કારક છે. જડની પર્યાય હો કે ચેતનની પર્યાય હો,
દરેકની પર્યાયમાં ષટ્કારક છે. ષટ્કારક એટલે શું..?
[કર્તાઃ જે સ્વતંત્રતાથી પોતાના પરિણામ કરે તે
કર્તા છે. કર્મ (કાર્ય) કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. કરણઃ તે પરિણામના
સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. સંપ્રદાનઃ કર્મ (-પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે
અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે. અપાદાનઃ જેમાંથી કર્મ કરવામાં આવે છે તે
ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. અધિકરણઃ જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે
તેને અધિકરણ કહે છે. સર્વદ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એકસાથે વર્તે છે તેથી આત્મા
અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઇ
કારકો (કારણો) ની અપેક્ષા રાખતા નથી - ‘પંચાસ્તિકાય’ ગાથા-૬૨ સં. ટીકા
]
આહા...હા...! પર્યાય પર્યાયની કર્તા, પર્યાયનું કાર્ય, પર્યાય પર્યાયનું સાધન - કરણ, પર્યાય
પર્યાયનું સંપ્રદાન, પર્યાયનું અપાદાન, પર્યાય પર્યાયનો આધાર. ‘પંચાસ્તિકાય’ ગાથા - ૬૨ (માં પાઠ
છે) “નિશ્ચયનયે અભિન્ન કારક હોવાથી પરમાણુ જીવ સ્વયં પોતાના સ્વરૂપના કર્તા છે.” કર્મની
પર્યાય પોતાથી થાય છે. કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે ગમે તે હો એ કર્મનાં પરમાણુથી તે
પર્યાય (સ્વયં) થઈ છે. એ કર્મની પર્યાય (પોતાના) ષટ્કારકથી થઈ છે. ઝીણી વાત બહુ બાપુ...!
કર્મના રજકણ બાપુ..! (સ્વતંત્ર દ્રવ્ય છે) છ કારણે જ્ઞાનાવરણીય (દર્શનાવરણીય) કર્મ બંધાય છે. છ
કારણ આવે છે ને... જ્ઞાનની અશાતના, જ્ઞાનનો નિન્હવ (પ્રદોષ, નિહ્નવ, માત્સર્ય, અંતરાય,
આસાદન, ઉપઘાત- ‘તત્ત્વાર્થસૂત્ર” અ. ૬. સૂત્ર. ૧૦) એ છ કારક (કારણ) છે વિકારી પર્યાયના, એ
ષટ્કારક વિકલ્પ પોતાથી છે. અને જ્ઞાનાવરણીયની જે પર્યાય થઈ છે એ પોતાના ષટ્કારકથી કર્મના
ષટ્કારકથી ઉત્પન્ન થઈ છે. રાગથી (વિકલ્પથી) ઉત્પન્ન થઈ નથી. આહા... હા...! આવી વાતું છે!!
જગતમાં વીતરાગનો મારગ કોઈ જુદી જાતનો છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ શાસ્ત્રમાં આવે છે ને? છ કારણથી
જ્ઞાનાવરણીય બંધાય. આવે છે ને...? એ છ કારકી વિકારની જીવમાં પોતાને કારણે ઉત્પન્ન થઈ છે,
અને જ્ઞાનાવરણીય (કર્મ) ની જે પર્યાય થઈ એ પણ કર્મ (રૂપ) જે જ્ઞાનાવરણીય પરમાણુ છે, એ
પરમાણમાં એ પર્યાય થઈ (છે). એ ષટ્કારકી પોતાથી થઈ છે. આહા... હા... બહુ આકરું કામ આ.
આ તો ત્રણ લોકના નાથની આ વાણી છે. અત્યારે તો ગરબડ ચાલી છે ગરબડ બધી. પંડિત લોકો
પણ કહે છે કે નિમિત્તથી (કાર્ય) થાય છે. નિમિત્તથી જ થાય છે. જો નિમિત્તથી થાય છે તો પરની
પર્યાયે (તે સમયે) શું કર્યું...? ઉપાદાને શું કર્યું...? અને નિમિત્તે શું કર્યું....? નિમિત્તે પરની પર્યાય
કરી તો પોતાની પર્યાય કરી કે નહીં...? (એક સમયમાં એક દ્રવ્યને બે પરિણામ હોય નહીં)
નિમિત્તમાં પણ પોતાના દ્રવ્ય-ગુણથી પોતાની પર્યાય થઈ છે, અને ઉપાદાનની પર્યાય પણ પોતાના
દ્રવ્ય-ગુણના