દઈને, અરે...રે! આહા...હા! પોતાને તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં એને છે કે સિદ્ધપર્યાય થવાની
છે મારે. છતાં ઈ સિદ્ધપર્યાયને જોવાની આંખ્યું (સર્વથા) બંધ કરી દે. આહા...! અને બીજા સિદ્ધ જે
છે - અનંતા સિદ્ધો
સિદ્ધને જોવાનું ય બંધ કરી દે. આહા... હા! ભાઈ...! આ તો પ્રવચનસાર છે! ભાઈ, આ તો સંતોના
કાળજાં - હૃદય છે!! અરે! એવી વાત સાંભળવા મળે ક્યાં? ભાઈ! આહા...!
(એક) જીવસામાન્યને અવલોકનારા.” જોયું? પર્યાયને (જોવા) તરફની આંખ્યું બંધ કરી દઈ -
પછી તો દ્રવ્ય (ને જોવાની) આંખ્યું બંધ કરી દઈને પર્યાયને જાણ એમે ય કહેશે. જાણવાની અપેક્ષાએ
(આદરવાની અપેક્ષાએ) મૂળ-પહેલું આંહીથી લીધું. દ્રવ્યને જોવાનું (સૌથી પહેલું) કીધું છે. આહા...
હા! ભગવાન! આ તો ભગવાનના ઘરની વાતું છે! પામર પ્રાણી! શું કરે એને! આહા...! એવી ચીજ
છે! એમાં એમ અભિમાન કરી નાખે કે આવડે છે મને આ, અમને વાંચ્યું છે ને...! બાપુ! ગર્વ ઊતરી
જાય એવું છે. આહા... હા... હા! ભાઈ! તારી પર્યાયને જોવાનું પણ બંધ કરી દે. અને (છતાં)
જોવાનું રહેશે તો ખરું (પર્યાયને) જોવાનું બંધ કર્યું એટલે દ્રવ્યને જોવાનું ઉઘડેલું જ્ઞાન, એ વડે
કરીને અવલોકવામાં આવતાં પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા - ઇ પાંચેય પર્યાયમાં - વિશેષમાં
રહેલા એક
આહા... હા! દેવ-ગુરુ-શાસ્ત્ર અને સિદ્ધને ય કાઢી નાખ અહીંથી. ફકત પર્યાયોરૂપ જે સિદ્ધની પર્યાય
છે એવા વિશેષોમાં રહેલા (વળી) એવા વિશેષોમાં રહેલા એક
સાંભળ્યું’ તું! સ્થાનકવાસીમાં ક્યાંય નહોતું? (શ્રોતાઃ) દુનિયાની કોઈ પીઠમાં નથી... (ઉત્તરઃ)
આહા...! ભગવાન ત્રિલોકના નાથની વાણી છે આ. આહા...!
સિદ્ધની પર્યાયમાં પણ દ્રષ્ટિ નથી. પણ એ પર્યાયમાં રહેલો જે આત્મા, છે? (પાઠમાં) સિદ્ધની
પર્યાયમાં - એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા
ટીકા!! ગજબ છે!!