Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 512 of 540
PDF/HTML Page 521 of 549

 

background image
ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૧૨
કહે છે એકલો દ્રવ્યને જાણે તે ઉઘડયો છે. આહા... હા! પર્યાયાર્થિકને જોવાનું સર્વથા બંધ થઈ ગયું છે
આહા... હા! આવી વાતો સાંભળવા મળે નહીં અને માણસ પછી કહે એ એકાંત છે ત્યાં એકાંત છે.
બાપુ! એકાંત છે સાંભળ ભાઈ! આહા... હા! બાપુ, તારા ઘરની વાતું છે ભાઈ! ઓહોહોહો! સંત કહે
છે કે તારી પર્યાયને જોવાનું તો સર્વથા બંધ કરી દે. આહા... હા... હા! અને દ્રવ્યને જોવાનું ઉઘડેલું જે
જ્ઞાન (દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોક.) આહા... હા... હા! સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે.”
અવલોકવામાં આવે છે તે (અવલોકે છે) પર્યાય, તે પર્યાય છે ને...! પર્યાયથી દ્રવ્યને જોવામાં આવે છે
ને...! પર્યાયને, પર્યાય તરીકે જોવાનું બંધ કરી દે. અને દ્રવ્યને જોવાની ઉઘડેલી પર્યાય વડે અવલોકન
કર. આહા... હા... હા! આવી વાતું છે. “જયારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું.” જીવ ઉપર
લીધું હવે. કહેવું છે તો સર્વ દ્રવ્યનું, પણ સમજાય એટલે એકદમ જીવને (ઉદાહરણમાં લીધું) મૂળમાં
અહીંયાં આ સમજાય તો બરાબર (સર્વદ્રવ્યોનું) સમજે.
સ્વને જાણે બરાબર તો પરને જાણે. પણ
આને જ ન જાણે તો પરનું જાણવું ક્યાંથી આવે? સ્વ-પર, પ્રકાશક એનો સ્વભાવ છે. પણ સ્વને
જાણ્યા વિના પરનો પ્રકાશક - જાણવાનો સ્વભાવ હોવા છતાં પણ સ્વને જાણ્યા વિના પરનું જાણવું
એમાં આવી શકે જ નહીં.
આહા... હા! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું - સિદ્ધે ય
પર્યાય છે. આહા... હા! સિદ્ધની પર્યાયને જોવાની દ્રષ્ટિને બંધ કરી દઈને... આહા... હા! વાહ! પ્રભુ
તારે શું કહેવું છે? સિદ્ધની પર્યાયને જોવાની દ્રષ્ટિ-પર્યાય નયને, (એટલે) પર્યાયને જોવાની આંખ્યું
સર્વથા બંધ કરી દઈને, સુમનભાઈ? ઈ તમારા કાયદા-ફાયદામાં નથી આવું ક્યાંય! આહા...! તો
આવ્યા બરાબર ઠીક! ભાગ્યશાળી! ટાણે આ વાત આવી, આવી છે (અપૂર્વ વાત!) આહા...! જેવું
ઊડું ભાસે છે ઈ ભાષા એટલી બધી આવે નહીં.
આહા... હા!
સંતો કહે છે. કે તારી પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી દે. પણ (આ કહીને) શું કહેવું છે
પ્રભુ તારે! બીજાને જોવું - પરમાત્મા ને પંચપરમેષ્ઠિને એ તો ક્યાંય વાત જ નથી રહી કહે છે. પણ
તારી (પોતાની) પર્યાય જોવાની આંખ્યું ને સર્વથા બંધ કરી દઈ અને પર્યાયમાં દ્રવ્યને જોવાનું થાય તે
જ્ઞાન ઉઘાડી (આત્મદ્રવ્યને જો.) ઉઘડે જ તે (જ્ઞાન) એમ કહે છે. આમ પર્યાયાર્થિક નયને બંધ કર્યું
એટલે સ્વને જોવાનું જ્ઞાન ઉઘડે અંદર. છે તો ઈ એ ય પર્યાય. પણ (ઈ) પર્યાયનો વિષય પર્યાય
નથી. (પર્યાયનો વિષય દ્રવ્ય છે.) આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “અને સિદ્ધપણું – એ પર્યાયોસ્વરૂપ.” ઈ પાંચ પર્યાય કીધી ને...!